મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરૂચ: દહેજની ફાર્મા કંપનીમાં ગુજરાત ATSના દરોડા, કરોડોનો મુદ્દામાલ જપ્ત 

ભરૂચ જિલ્લાના દહેજ ફાર્મા કંપનીમાં ગુજરાત એટીએસે દરોડા પાડીને ગેરકાયદેસર ટ્રામાડોલના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાત

ભરૂચ: દહેજની ફાર્મા કંપનીમાં ગુજરાત ATSના દરોડા, કરોડોનો મુદ્દામાલ જપ્ત 

ભરૂચ જિલ્લાના દહેજ ફાર્મા કંપનીમાં ગુજરાત એટીએસે દરોડા પાડીને ગેરકાયદેસર ટ્રામાડોલના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા લિક્વીડ ટ્રામાડોલનો આશરે 1410 લીડરનો જથ્થો ઝડપી પાડ્યો છે. 

ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, ભરૂચની એક ફેક્ટરીમાં પ્રતિબંધિત ટ્રામાડોલ દવાઓનું ઉત્પાદન થઈ રહ્યું છે અને તે સંદર્ભે ભરૂચ પોલીસને સાથે રાખીને એટીએસએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 31 કરોડનું રો-મટિરિયલ લિક્વિડ ફોર્મમાં મળી આવ્યું છે. આ કંપનીમાં ગેરકાયદેસર ટ્રામાડોલ દવા બનાવવામાં આવતી હતી. 

મુન્દ્રામાંથી 110 કરોડની કિંમતના ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો ઝડપાયો હતો

28 જુલાઈના દિવસે કસ્ટમ વિભાગે મુન્દ્રા પોર્ટ પરથી આફ્રિકન દેશોમાં એક્સપોર્ટ માટે જઇ રહેલા બે કન્ટેનરને અટકાવ્યા હતા અને તેની તપાસ કરતા તેમાંથી 110 કરોડની કિંમતના ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો હતો. માદક દ્રવ્યોની હેરાફેરી, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મૂકતા નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીઝ એક્ટ 1985 અંતર્ગત એપ્રિલ 2018થી આ દવાની ભારતમાં આયાત-નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયેલો છે. 

તમને જણાવી દઈએ કે, ટ્રામાડોલ એક પેઈનકીલર દવા છે, જે પ્રતિબંધિત છે.  આ દવાને NDPS એક્ટ હેઠળ લાવવામાં આવી છે. આ કારણે, જો કોઈને ટ્રેમાડોલ જથ્થાબંધ મળી આવે તો પોલીસ કેસ નોંધશે અને આ આરોપ બિનજામીનપાત્ર રહેશે. આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. 

આ સમાચાર શેર કરો