Gujarat ATSની મોટી કાર્યવાહી : અફઘાની નાગરિકને ડ્રગ્સના જથ્થા સાથે દિલ્લીથી ઝડપી પાડ્યો
ગુજરાતમાં ચાલતા ડ્રગ્સ રેકેટનું મૂળ પકડવામાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATS અ

ગુજરાતમાં ચાલતા ડ્રગ્સ રેકેટનું મૂળ પકડવામાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATS અને સુરત ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે દિલ્લીથી અફઘાની નાગરિકને ડ્રગ્સના જથ્થા ઝડપી પાડ્યો છે. આરોપી મોહમ્મદ યાસીન પાસેથી 460 ગ્રામ હેરોઇનનો જથ્થો પણ મળી આવ્યો છે.
2017માં મેડિકલ વિઝા પર ભારતમાં આવ્યો હતો
ગુજરાત ATSએ મોહમ્મદ યાસીનની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે મોહમ્મદ યાસીન અફઘાનિસ્તાનના કાબુલના જલાલાબાદનો રહેવાસી છે. આરોપી વર્ષ 2017માં મેડિકલ વિઝા આધારે ભારતમાં આવ્યો હતો અને દિલ્હીમા મેડિકલ વિઝાના આધારે આવેલા આવતા નાગરિકો માટે ટ્રાન્સલેટરનું કામ કરતો હતો. મોહમ્મદ યાસીનના વિઝા બે વર્ષ અગાઉ એક્સપાયર થઈ ચૂક્યા હતા, જેથી તેણે UNHCRના રેફ્યુજી કાર્ડ માટે પણ એપ્લાય કરેલું છે.
દિલ્લીમાં વેચતો હતો ડ્રગ્સ
મોહમ્મદ યાસીને તિલકનગર દિલ્હી ખાતેથી આઠ-નવ મહિના પહેલા એક નાઈજીરીયન નાગરિક પાસેથી 4 કિલો હેરોઇન ડ્રગ્સ ખરીદ્યું હતું અને તેમાંથી તે છૂટક વેચાણ કરતો હતો અને બાકીનું 460 ગ્રામ હેરોઈન તેની પાસે હતું. તે નાઇજીરિયન આરોપીના કહેવાથી કોઈને ડિલિવરી કરવા દિલ્હીના ભોગલ વિસ્તારમાં જતો હતો પરંતુ તે પહેલા જ ગુજરાત ATS દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
પાકિસ્તાનથી વેરાવળ આવેલા કરોડોના ડ્રગ્સના કેસમાં નામ ખુલ્યું
માર્ચ 2024માં પાકિસ્તાનથી દરિયાઈ માર્ગથી વેરાવળ બંદર પર કરોડોની ડ્રગ્સ આવ્યું હતું, જેને ગુજરાત ATS દ્વારા પકડી પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર કેસમાં આરોપી ઈશા હુસૈન રાવ અને પાકિસ્તાની મુર્તુઝા તેમજ ઈશા રાવની પત્ની તાહિરા, દીકરો અરબાઝ, દીકરી માસુમા, જમાઈ રિઝવાન દ્વારા હેરોઇનનો જથ્થો ઓમાનથી બોટ દ્વારા ગુજરાતના વેરાવળ બંદરે મંગાવ્યો હતો.
આ હેરોઇનના જથ્થાની ડિલિવરી દિલ્લીમાં તિલકનગર વિસ્તારમાં એક નાઇજીરિયન અથવા સાઉથ આફ્રિકન નાગરિકને આપવામાં આવ્યો હતો. જેમાં નવ જેટલા આરોપીઓ વિરુદ્ધ ATSમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા એટીએસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
સમગ્ર મામલે એટીએસ દ્વારા મની ટ્રેલર અને ટેકનિકલ એનલીસિસને આધારે આ કેસના સંડોવાયેલા અફઘાની નાગરિક મોહમ્મદ યાસીનનું નામ ખુલ્યું હતું. ગુજરાત ATS અને સુરત ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે ચોક્કસ માહિતીને આધારે મોહમ્મદ યાસીન દિલ્લીથી ધરપકડ કરી છે.
વધુ એક વ્યક્તિની ઓળખ સામે આવી હતી. જેમાં આ ડ્રગસ કાર્ટેલમાં એક અફઘાની નાગરિક સામેલ હોવાની માહિતી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી હતી અને માહિતીનાં આધારે દિલ્લી થી મોહંમદ યાસિનની ધરપકડ કરી છે.








