પોરબંદરમાંથી ATSએ પકડ્યો જાસુસ, પાકિસ્તાની એજન્ટને મોકલતો હતો રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી
ગુજરાત ATSએ પોરબંદરમાંથી પાકિસ્તાની એજન્ટને ભારતીય સેના અને કો

ગુજરાત ATSએ પોરબંદરમાંથી પાકિસ્તાની એજન્ટને ભારતીય સેના અને કોસ્ટગાર્ડની ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને મોકલનાર જાસુસને ઝડપી પાડ્યો છે. ATSને માહિતી મળી હતી કે પોરબંદરનો પંકજ કોટિયા નામનો યુવક છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાની જાસુસી સંસ્થાના એજન્ટના સંપર્કમાં છે અને પોરબંદર કોસ્ટગાર્ડ જેટી તેમજ જેટી ઉપરની ભારતીય કોસ્ટગાર્ડની બોટ અંગેની સંવેદનશીલ માહિતી સોશિયલ મીડિયા માધ્યમથી મોકલે છે. જેના આધારે ગુજરાત ATSની ટીમે પંકજ દિનેશભાઈ કોટિયા નામના શખ્સની અટકાયત કરી તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે.
ફેસબુકમાં રિયા નામની યુવતીના સંપર્કમાં આવ્યો
પંકજ કોટિયાની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે આઠ મહિના પહેલા ફેસબુકના માધ્યમથી રિયા નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. તે યુવતી પોતે મુંબઈની હોવાનું અને પાકિસ્તાન નેવી માટે કામ કરતી હોવાનું જણાવી યુવક સાથે વાતચીત શરૂ કરી હતી.જે બાદ બંને વચ્ચે વ્હોટસએપ વચ્ચે થતી હતી.તે દરમિયાન પંકજ કોટિયા પોરબંદર જેટી ઉપર હાજર હોય તેવી શિપના નામ, કોસ્ટ ગાર્ડના શીપના લોકેશન સહિતની માહિતી રિયા નામની યુવતીને આપતો હતો.
આર્થિક લાભ માટે માહિતી અને ફોટા આપ્યાં
રિયા નામની યુવતી જેનું લોકેશન ગુજરાત ATSએ તપાસ કરતા પાકિસ્તાનનું હોવાનું સામે આવ્યો છે. વધુમાં પંકજ કોટિયાનો મોબાઇલ FSLમાં મોકલતા તેના ફોનમાંથી રિયા નામની યુવતી સાથેની ચેટ મળી આવી છે. તેની સાથે વોઇસ કોલમાં પણ અનેક વખત બંને વચ્ચે વાતચીત થઈ હોય અને પંકજ કોટિયા જાણતો હોય કે રિયા નામની યુવતી પાકિસ્તાનની નેવીમાં કામ કરે છે તેમ છતાં પણ તેને આર્થિક લાભ માટે માહિતી અને ફોટા આપતો હતો. ફેબ્રુઆરી 2024 થી અત્યાર સુધીમાં પંકજ કોટિયાએ અવારનવાર રિયા નામની યુવતી સાથે સંપર્કમાં રહીને સંવેદનશીલ માહિતી મોકલી હતી. જેના બદલામાં તેને ટુકડે ટુકડે 26,000 રૂપિયા મોકલવામાં આવ્યા હતા.
યુવતીનો વ્હોટસએપ નંબર ભારતનો
વધુમાં ગુજરાત એટીએસસી તપાસ કરતા રિયા નામની યુવતી જે નંબર પરથી વ્હોટસએપ ઉપયોગ કરતી હતી તે નંબર ભારતનો હોય તેવી હકીકત પણ સામે આવી છે. તેવામાં ભારતની ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ રિસોર્સિસ અંગેની માહિતી ગેરકાયદેસર રીતે આર્થિક લાભ માટે પાકિસ્તાની એજન્ટને આપનાર પંકજ કોટિયા સામે ગુજરાત ATSએ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
પોરબંદર જેટી ઉપર હેલ્પર તરીકે કામ કરતો હતો
ઝડપાયેલો આરોપી વર્ષોથી પોરબંદરમાં તમાકુ પેકિંગનું કામકાજ કરે છે અને છેલ્લા એકાદ વર્ષથી પોરબંદર જેટી ઉપર કોસ્ટ ગાર્ડની સીટ ઉપર વેલ્ડીંગ તેમજ અન્ય છૂટક મજૂરી માટે હેલ્પર તરીકે પણ કામ કરવા જતો હતો. જે સમયગાળા દરમિયાન જ તેણે પાકિસ્તાની એજન્ટને ગુપ્ત માહિતીઓ મોકલી હોય ગુજરાતી ATSએ આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.તેવામાં આ કેસમાં આગામી દિવસોમાં અનેક ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.








