ભરૂચમાં રક્ષક જ બન્યો ભક્ષક, સગીરા પર બે સંતાનના હોમગાર્ડ પિતાએ દુષ્કર્મ આચરી આ રીતે કરતો બ્લેકમેલ
દુષ્કર્મના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભરૂચ ખાતે હોમગાર્ડમાં ફરજ

દુષ્કર્મના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભરૂચ ખાતે હોમગાર્ડમાં ફરજ બજાવતા જવાને 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. આરોપીએ દુષ્કર્મ આચર્યાની પળો કેમેરામાં કેદ કરી લઈને બ્લેકમેલ પણ કરવાનું ચાલું કર્યું હતું. પોલીસે આ કેસમાં આરોપી હોમગાર્ડ જવાનની ગણતરીના સમયમાં ધરપકડ કરી હતી.
દાદીના ઘરે ગઈ ત્યારે દુષ્કર્મ
ભરૂચમાં રહેતી 15 વર્ષની એક સગીરાના ગૌરીવ્રત પુર્ણ થયાના બે-ત્રણ દિવસ બાદથી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતાં હેમંત રાણા તેનો પીછો કરતો હતો. જે બાદ છડી નોમના દિવસે સગીરા બપોરના ત્રણેક વાગ્યે તેના દાદીના ઘરે હતી. તે વેળાં તે વોશરૂમમાં જઇને આવ્યાં બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી. તે વખતે હેમંત ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે તેને પાછળથી પકડી લઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
બ્લેકમેલ કરવા લાગ્યો
અંગતપળોનો વિડિયો ઉતારી સગીરાને મોબાઇલમાં મોકલી તેને બ્લેકમેલ કરવા સાથે તેના માતા-પિતાને મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ અંગે પરિવારને જાણ થતાં સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દુષ્કર્મ આચારનાર નરાધમ આરોપી બે સંતાનોનો પિતા હોવાનું બહાર આવ્યું છે.








