મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોટા સમાચાર : કરોડોના GST કૌભાંડમાં ભાવનગર અને રાજકોટમાંથી 4 આરોપીઓની ધરપકડ

GSTની વ્યાપક કામગીરી અંગે સેન્ટ્રલ GST દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચ, COW અને SOGની ટ

મોટા સમાચાર : કરોડોના GST કૌભાંડમાં ભાવનગર અને રાજકોટમાંથી 4 આરોપીઓની ધરપકડ

GSTની વ્યાપક કામગીરી અંગે સેન્ટ્રલ GST દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચ, COW અને SOGની ટીમો દ્વારા અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિત રાજ્યભરમાં 14 સ્થળોએ દરોડા અને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે થોડા દિવસ પહેલા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જયારે આજે વધુ 4 આરોપીઓની ભાવનગર અને રાજકોટમાંથી ધરપકડ કરવામાં આવી છે. 

ભાવનગરમાંથી 3 અને રાજકોટમાંથી 1ની ધરપકડ

આ સમગ્ર કૌભાંડમાં ભાવનગરમાંથી  ફૈઝલ શેખ, ઈરફાન જેઠવા, જીગ્નેશ દેસાઈની અને રાજકોટમાંથી પરેશ ડોડીયાની ધરપકડ કરવામાં આવી છે.  ભાવનગરથી ધરપકડ કરાયેલા ઈરફાન જેઠવા ધ્રુવી એન્ટરપ્રાઈઝ ચલાવતો હતો અને ફેજલ શેખ ધ્રુવી એન્ટરપ્રાઈઝ કંપનીની ફાઈલ આગળ મોકલવાનું કામ કરતો હતો. જયારે જીગ્નેશ દેસાઈ ધ્રુવી એન્ટરપ્રાઈઝનું બેંક ખાતુ ઓપરેટ કરતો હતો.જયારે રાજકોટથી ઝડપયેલો પરેશ ડોડીયા પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝનો માલિક છે. 

રાજ્યભરમાં આ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા

1) ધૃવી એન્ટરપ્રાઈઝ, અમદાવાદ 

2) અર્હમ સ્ટીલના પ્રો.- નિમેષ મહેન્દ્રકુમાર વોરા, હેતલબેન વોરા 

3) ઓમ કંસ્ટ્રક્શન કંપનીના પ્રો.- સરવૈયા રાજેન્દ્રસિંહ, વનરાજસિંહ, બ્રિજરાજસિંહ અને હિત્વરાજસિંહ

4) શ્રી કનકેશ્વરી એન્ટરપ્રાઈઝના પ્રો.- કાળુભાઇ વાઘ, વિજય વાઘ, પ્રફુલભાઈ  વાજા, મનન વાજા, જયેશભાઈ વાજા 

5) રાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રો.રત્નદીપસિંહ ડોડીયા, જયેશકુમાર સુતરીયા, અરવિંદભાઈ સુતરીયા 

6) હરેશ કંસ્ટ્રક્શન કંપનીના પ્રો.- નિલેશ ગોંડલીયા, નસીત ગોંડલીયા, જ્યોતિષભાઈ ગોંડલીયા, પ્રભાબેન ગોંડલીયા 

7) ડી.એ. એન્ટરપ્રાઈઝના પ્રો.-લાંગા મનોજકુમાર, રામભાઈ, વિનુભાઈ, નટુભાઈ પટેલ 

8) ઇથિરાજ કંસ્ટ્રક્શન પ્રા.લી.ના  પ્રો.- નિલેશ ગોંડલીયા, નસીત ગોંડલીયા, જ્યોતિષભાઈ ગોંડલીયા, પ્રભાબેન ગોંડલીયા

9) બી.જે.ઓડેદરાના પ્રો.-ભગીરથ ભોજાભાઇ ઓડેદરા, કેશુભાઇ જેસાભાઇ ઓડેદરા, ભોજાભાઈ જેસાભાઈ ઓડેદરા, અભાભાઈ જેસાભાઇ ઓડેદરા

10) આર.એમ.દાસા ઇન્ફાસ્ટ્રકચર પ્રા.લી.ના પ્રો.-નાથાભાઇ મેરુભાઇ દાસા, રણમલભાઇ મેરુભાઇ દાસા

11) આર્યન એસોસીએટ્સના પ્રો.-અજય ભગવનાભાઇ બારડ, વિજયકુમાર કાળાભાઇ, બારડ રમેશ કાળાભાઈ બારડ

12) પૃથ્વી બિલ્ડર્સના પ્રો.- પરેશ પ્રદિપભાઇ દોઢીયા, પરેશ પ્રદિપભાઇ દોઢીયા

આ સમાચાર શેર કરો