Chhota Udaipur: કવાંટના બૈડિયા ગામે ગાત્રો થીજાવતી ઠંડીમાં ઉજવાયો ભવ્ય ‘ઇન્દ ઉત્સવ’, આદિવાસી મહિલાઓએ પણ આપ્યું અનોખું યોગદાન
છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના આદિવાસીઓ હાડ થીજાવતી ઠંડીમાં પણ લાખો


છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના આદિવાસીઓ હાડ થીજાવતી ઠંડીમાં પણ લાખો રૂપિયાનો ખર્ચ કરી આનંદ ઉલ્લાસ અને આસ્થાપૂર્વક ઇન્દનો ઉત્સવ ઉજવી રહ્યા છે.
આદિવાસી સમુદાયની સદીઓ જૂની પરંપરા અનુસાર, આદિવાસીઓના દેવી દેવતાઓ પ્રાકૃતિક દેવો હોવાના કારણે લાકડાંના ખૂટડા અને માટીના ઘોડાના, દેવો આયખા ઉપર છત આપવામાં આવતી નથી, અને તેથી જ ગામની સીમમાં ખુલ્લાં આકાશમાં અને પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે સદીઓ પહેલાં થી દેવોના આયખા સ્થાપિત કરવામાં આવેલા છે, જે દેવોના આયખા જીર્ણ અવસ્થામાં આવે ત્યારે ગામની અનુકૂળતા મુજબ બળવા પાસે પુડી જોવડાવી,વિધવત રીતે આયખાઓનું નવીનીકરણ કરવામાં આવે તેને દેવો ની પેઢી બદલી તેમ કહેવામાં આવે છે,
છોટાઉદેપુર જિલ્લાની સદીઓ જૂની પરંપરા પ્રમાણે ઇન્દ અને પાંનગા નવેમ્બર મહિનાથી લઈને ફેબ્રુઆરી મહિનામાં ગુજરી એટલે કે બુધવાર અને થાવોર એટલે કે શનિવારના દિવસે જ ઉજવવાની પરંપરા રહી છે, અને આ પરંપરા આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં સચવાયેલી જોવા મળી રહી છે.
કવાંટ તાલુકાના બૈડિયા ગામના લોકો 90 વર્ષ બાદ દેવોના આયખાઓનું નવીનીકરણ કરવાનો નિર્ણય લેતાં ગામના, પ્રત્યેક પરિવાર નાત જાત, પક્ષા પક્ષી થી ઉપર ઉઠી ને પ્રત્યેક પરિવાર રૂપિયા 3500નો ઉદાર હાથે ફંડ - ફાળો આપી, ગામમાં સુખ શાંતિ જળવાઈ રહે, ખેતી ખાલીયાણ સારા રહે, પશું પંખીઓના બચ્ચાંઓ સાજા રહે, ગામના લોકોનું આરોગ્ય સારું રહે અને ગામમાં એકતા અને સહભાગીદારી જળવાય રહે તેવી કામના સાથે 15 લાખ રુપિયાનો ખર્ચ કરી 10 દિવસનો ગામ ગોંદરિયો ઇંદનો ઉત્સવ ઉજવી આદિવાસીઓની કલા, સંસ્કૃતિ, રીત - રિવાજ, અને પરંપરાનું સંરક્ષણ અને સંવર્ધન કર્યું છે, એ સાથે આજની પેઢીને આ પરંપરા નિભાવવાની શીખ પણ આપી છે.
છોટાઉદેપુર જિલ્લાના 100 ગામ અને મધ્યપ્રદેશના 50 ગામમાંથી ઢોલ માંદલ, વાંસળી જેવા વાદ્ય સંગીતના સાધનોના સૂર સાથે પરંપરાગત નૃત્ય કરી, આસ્થા ઉમંગ અને ઉલ્લાસ સાથે દેવોની પેઢી બદલી ગામમાં એકતા અને સહભાગીદારી થકી જ મોટા ઉત્સવ કેવી રીતે ઉજવી શકાય તેની શીખ પણ આપી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ઊજવાતા ઇન્દના ઉત્સવોમાં મહિલાઓની પણ સવિશેષ ભાગીદારી હોય છે, ઇન્દના 10 દિવસના ઉત્સવમાં મહિલાઓ દેવોને રીઝવવા દેવી દેવતાઓના ગીત ગાઈ ને દેવોને રીઝવે છે. અને પરંપરાગત વસ્ત્રો અને ઘરેણાં ધારણ કરી નૃત્ય કરે છે. આમંત્રિત મહેમાનો માટે અડદમાંથી ઢેબરાં બનાવી 10 દિવસના ઉત્સવમાં પુરુષોની જેમ જ સહભાગી બને છે







