Chhota Udaipur: તંત્રની નિષ્ફળતા વચ્ચે બુટીયાના ગ્રામજનોએ જાતે જ પૂર્યા ખાડા, સમગ્ર ઘટનાનો વીડિયો થયો વાયરલ
છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બાંગાપુરા જૂથ
છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બાંગાપુરા જૂથ ગ્રામ પંચાયતના બુટીયા ગામ તરફ જતો મુખ્ય રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હતો. રસ્તા પર પડેલા મોટા-મોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો ભય સતત તોળાતો હતો. ગ્રામજનોએ આ બાબતે અનેકવાર સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી તંત્રને રજૂઆતો કરી હતી. તેમ છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા આખરે ગ્રામજનોએ 'આત્મનિર્ભર' બનવાનું નક્કી કર્યું. બુટીયા વસાહતના લોકોએ ટ્રેકટરમાં માટી લાવી મોટા મોટા ખાડા જાતે જ પૂર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો લોકોએ વાયરલ કર્યો હતો.




