મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સરકારના લાખો રૂપિયા ભંગારમાં : બનાસકાંઠા, બોટાદ, આણંદ અને સુરેન્દ્રનગરમાં ધૂળ ખાઈ રહી છે સરકારી યોજનાની 14 હજારથી વધુ સાયકલો!

સરકારની સરસ્વતી સાધના યોજના હેઠળ રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતી

સરકારના લાખો રૂપિયા ભંગારમાં : બનાસકાંઠા, બોટાદ, આણંદ અને સુરેન્દ્રનગરમાં ધૂળ ખાઈ રહી છે સરકારી યોજનાની 14 હજારથી વધુ સાયકલો!

સરકારની સરસ્વતી સાધના યોજના હેઠળ રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતી ગરીબ બાળાઓ કે જેઓ આર્થિક રીતે ગરીબ હોય અંતરિયાળ એટલે કે છેવાડાના એવા વિસ્તારમાં રહેતી હોય કે જ્યાં સરકારી બસ ન પહોચી શકતી હોય તે માટે રાજ્ય સરકારની આ યોજના હેઠળ નાની બાળાઓને વિનામૂલ્યે સાયકલ ફાળવવામાં આવે છે જેથી પરિવહનનો ખર્ચ પણ બંધ થાય અને આ બાળાઓને શાળાએ આવવું જવું હોય તો સરળતા રહે.

જો કે રાજ્યના અમુક જીલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પણ પૂર્ણ થયો અને એક માસ જેટલો સમય પણ વીતી ગયો તેમ છતા હજું સુધી કન્યાઓને આ સાયકલની યોજનાથી વંચિત રાખવામાં આવી છે. અને આવું ઘણા જીલ્લાઓમાં થયું છે. આણંદ જિલ્લામાં તો 2015ના વર્ષની સાયકલો ધૂળ કહી રહી છે. 

એક બાજુ સરકારના લાખો-કરોડો રૂપિયાનું પાણી થઇ રહ્યું છે, બીજી બાજુ ગરીબ બાળાઓએ સાયકલના લાભથી વંચિત રાખવામાં આવી રહી છે. આ છે ગુજરાત મોડલ. હજારો સાયકલોનો ખડકલો જોઇને ઘણા પ્રશ્નો ઉદ્ભવે કે સરકારના અધિકારીઓએ આવું શા માટે કર્યું હશે? 

આણંદ જિલ્લાની વિતરણ કરાયા વગરની કુલ 1379 સાયકલો

આણંદ જિલ્લાના તારાપુરની પ્રાથમિક શાળામાં વિતરણ કરાયા વગરની કુલ 1379 સાયકલો છે, જેમાં 58 સાયકલો તો 2015ના શાળા પ્રવેશોત્સવની છે, જે હાલમાં ભંગાર હાલતમાં છે અને ધૂળ ખાઈ રહી છે. તારાપુરની કુમારશાળાના સ્ટોર રૂમમાં નવી નકોર સાયકલો નવેક વર્ષથી ઉપરા છાપરી ઢગલો કરીણે રાખવામાં આવી છે. છેવટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ૩૦ જુલાઈનાં રોજ 1379 સાઇકલોની રૂ.1400 લેખે હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

બનાસકાંઠામાં જિલ્લાની 11200 જેટલી સાયકલોનો ખડકલો 

બનાસકાંઠામાં જિલ્લાની 11200 જેટલી સાયકલો હાલ ધૂળ ખાઈ રહી છે. વરસાદની ઋતુમાં કાટ લાગી જાય તેવી સ્થિતિમાં હાલ તમામ સાયકલો છે સરકારે બાળાઓને મળતી યોજનાથી તેમને વંચિત રાખવા માંગતી હોય તેવું નજરે પડી રહ્યું છે. બાળાઓને વહેલી તકે સાયકલનું વિતરણ કરવામાં આવે તેવી લાભાર્થી બાળાઓની માંગ ઉઠવા પામી છે.  સરકાર આ લાભાર્થી બાળાઓના હિતમાં હિતકારી ઝડપી શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે.

સુરેન્દ્રનગરમાં જિલ્લાની 1300 જેટલી સાયકલો વિતરણ કરાયા વગરની

સુરેન્દ્રનગરમાં નવું સત્ર ચાલુ થઈ ગયા ને પણ ત્રણ માસ જેટલો સમય વીતી ગયો ત્યારે હજુ 2023ના પ્રવેશોત્સવની  1300 જેટલી સાયકલો વિતરણ કરવાની બાકી છે,   આ  સાયકલો સડી રહી છે. સરકારની ગ્રાન્ટમાંથી ખરીદી કરેલી આ સાયકલો ખરા અર્થમાં વિદ્યાર્થીનીઓ સુધી પહોંચી નથી એટલે વિદ્યાર્થીનીઓમાં પણ હવે રોષ છે. કારણ કે વિદ્યાર્થીનીઓને ચાલીને  અને ભાડું ખર્ચી અને શાળાએ જવું પડે છે. હવે તાત્કાલિકપણે આ સાયકલનું વિતરણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.

બોટાદ જિલ્લામાં એક વર્ષથી સાયકલો નથી અપાઈ 

બોટાદ જિલ્લાની શાળાઓમાં એક વર્ષથી કન્યાઓને સરકારી યોજનાની આ સાયકલો આપવામાં આવી નથી. અંદાજે 1000 કરતા વધુ નવી નકોર સાઈકલોનો જથ્થો તાજપર ગામે સ્કુલના મેદાનમાં અને હોલમાં ધૂળ ખાઈ રહી છે. બોટાદ જિલ્લાની મોટાભાગની સ્કૂલોમાં 2023-24ના શાળા પ્રવેશોત્સવમાં સાયકલનું  વિતરણ નથી કરવામાં આવ્યું. 

આ સમાચાર શેર કરો