મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સરકારી અનાજના કાળા બજાર માટે દુકાનદારો નહીં, પણ સરકાર અને ગ્રાહકો જવાબદાર: પ્રહલાદ મોદીનું મોટું નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ અને ગુજરાત ફેરપ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ પ્

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ અને ગુજરાત ફેરપ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ મહેસાણા જિલ્લાના વિસનગરમાં એક કાર્યક્રમ દરમિયાન સરકારી અનાજના કાળા બજાર અને ભ્રષ્ટાચારને લઈને મોટું અને સ્પષ્ટ નિવેદન આપ્યું છે.

ભ્રષ્ટાચાર માટે સરકારની નીતિ અને ગ્રાહકની માનસિકતા જવાબદાર

પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, સસ્તા અનાજની દુકાનોમાં તોલમાપમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું દુકાનદારો કબૂલે છે, પરંતુ સરકારી અનાજનું કાળા બજાર થવા પાછળનું મુખ્ય કારણ સરકારની નીતિઓ અને ગ્રાહકોની માનસિકતા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જે ગ્રાહકો અનાજ મેળવે છે અને પછી તેને બજારમાં વેચી દે છે, તે પણ આ ભ્રષ્ટાચારની પ્રક્રિયામાં સીધા સહભાગી છે.

પ્રહલાદ મોદીના મતે, આ દુકાનદારોને પણ સમાજમાં બાકીના લોકોની જેમ ઈજ્જત અને માન મળવું જોઈએ.

દુકાનદારોને ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસાયની સલાહ

ગુજરાત ફેરપ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ તરીકે પ્રહલાદ મોદીનું વિસનગર ખાતે આગમન થયું હતું, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમિયાન દુકાનદારોને ભ્રષ્ટાચાર મુક્ત  વ્યવસાય કરવા માટેની સલાહ આપી હતી અને ખાતરી આપી હતી કે તેઓ આ માટે દુકાનદારોને પૂરતો સહકાર આપશે.

આ કાર્યક્રમમાં રાજ્ય સંગઠન મહામંત્રી ભરતભાઈ બારોટ, રાજ્ય સંગઠન મહામંત્રી ભરતભાઈ ચાવડા, વિસનગર ફેરપ્રાઇઝ શોપના પ્રમુખ જિજ્ઞાસા મહેસૂરી, જે.એમ. શ્રીહરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો