મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Mehsana: લાંઘણજ નજીક ચેહર માતાજીના મંદિરમાં ચોરી, પાઘડી અને ચાંદીના છત્તર ગાયબ 

મહેસાણા જિલ્લાના લાંઘણજ નજીક આવેલા મામાપુરા રબારીવાસમાં આવેલ ચેહર માતાજીના

Mehsana: લાંઘણજ નજીક ચેહર માતાજીના મંદિરમાં ચોરી, પાઘડી અને ચાંદીના છત્તર ગાયબ 

મહેસાણા જિલ્લાના લાંઘણજ નજીક આવેલા મામાપુરા રબારીવાસમાં આવેલ ચેહર માતાજીના મંદિરમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે, જેના પગલે વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ છે. 

ચોરી થયેલ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 1.98 લાખ જેટલી આંકવામાં આવી છે. ચોર ગેંગ મંદિરમાંથી સોનાની ગિલેટવાળી પાઘડી તેમજ ચાંદીના પારણાં અને છત્તર સહિતની કિંમતી વસ્તુઓ ચોરીને ફરાર થઈ ગઈ હતી.

ચોરીની જાણ થતાં જ, ગાંડાભાઇ મેરાજભાઇ રબારી દ્વારા લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો