મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આ બેઠક પર જે પક્ષનો સાંસદ ચૂંટાય તેની કેન્દ્રમાં બને છે સરકાર, જાણો આ વખતે કોણે મારી બાજી

લોકસભાની ચૂંટણીમાં મેદાન મારવા માટે ભાજપ કોંગ્રેસના દિગ્ગજો મેદાનમાં ઉતર્યા

આ બેઠક પર જે પક્ષનો સાંસદ ચૂંટાય તેની કેન્દ્રમાં બને છે સરકાર, જાણો આ વખતે કોણે મારી બાજી

લોકસભાની ચૂંટણીમાં મેદાન મારવા માટે ભાજપ કોંગ્રેસના દિગ્ગજો મેદાનમાં ઉતર્યા હતાં. કેન્દ્રમાં સરકાર બનાવવા માટે દરેક પક્ષ મોટા મોટા વચનો આપી રહ્યાં હતા. ત્યારે ગુજરાતની છેવાડે આવેલી વલસાડ બેઠકનું ચૂંટણીમાં અલગ મહત્વ છે. વલસાડ સાથે સંકળાયેલી હકીકત લોકવાયકા એવી છે કે, અહીં જે પક્ષનો ઉમેદવારનો વિજેતા થાય તેની કેન્દ્રમાં સરકાર બનતી હોય તેવું દરેક વખતે શક્ય બન્યું છે.ત્યારે આ વખતે પણ સતત ત્રીજી વાર અહિં ભગવો લહેરાયો છે.

આ વખતે કોણ જીત્યું

વલસાડ બેઠક પર આ વખતે ભાજપ તરફથી ધવલ પટેલ અને સામે કોંગ્રેસમાંથી અનંત પટેલ મેદાને ઉતર્યા હતાં. અનંત પટેલે આ બેઠક જીતવા માટે અડીચોટીનું જોર લગાવ્યું હતું. સતત ચર્ચામાં રહેતા અનંત પટેલને જો કે મતદારોએ એટલો પ્રેમ ન આપ્યો હોવાનું પરિણામ પરથી સામે આવી રહ્યું છે. અનંત પટેલને 553522 મત મળ્યા હતાં છતા તેમની 210704 મતની લીડથી પરાજય થયો છે. જ્યારે ધવલ પટેલને 764224 મત મળ્યા હતાં.

1962થી અનોખા સંયોગ રચાયા

વલસાડ લોકસભા બેઠક સતત કોઇ એક પક્ષ પાસે રહી નથી. વલસાડ બેઠકની વિશેષતા એ છે કે, વર્ષ 1962થી અહીં જે પક્ષનો ઉમેદવાર જીતે તેની સરકાર બને છે. જ્યારે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જીત્યા ત્યારે ત્યારે કોંગ્રેસે સરકાર બનાવી, જનતાદળના ઉમેદવાર જીત્યા તો જનતાદળે સરકાર બનાવી હતી. ભાજપના ઉમેદવાર જીતતાં કેન્દ્રમાં ભાજપની જ સરકાર બની હતી. ગત ચૂંટણી સુધી આ પરંપરા યથાવત રહી હતી. કોંગ્રેસના રાહુલ ગાંધીએ આ વખતે ચૂંટણી પ્રચારની શરૂઆત અહિંથી જ કરી હતી. કોંગ્રેસના ચડતા દિવસોમાં 1957થી નાનુભાઈ પટેલ 1977 સુધી જીત્યાં હતાં. બાદમાં ઉત્તમ પટેલ અને 1989માં જનતાદળના અર્જુન પટેલ જીત્યાં હતાં. 1996થી 1999 સુધી ભાજપના મણીભાઈ જીત્યા અને 2004થી 2009ની બે ટર્મ કોંગ્રેસના કિશનભાઈ પટેલ જીત્યા બાદ મોદી વેવમાં 2014માં ભાજપના ડો. કે.સી.પટેલ જીત્યા હતાં.2019માં પણ ભાજપના અને 2024માં પણ ભાજપના જ ઉમેદવાર જીત્યા છે.

આ સમાચાર શેર કરો