પાલઘરમાં ગૂડઝ ટ્રેન ખડી પડવાની અસર સુરત રેલવે સ્ટેશને વર્તાઈ, કલાકો સુધી મુસાફારો રાહ જોતા રઝળ્યાં
મુંબઈ નજીકના પાલઘર સ્ટેશનના યાર્ડમાં માલવાહક ટ્રેનના ગાર્ડ કોચ સહિતના સાત વેગન પાટા પરથી ખડ

મુંબઈ નજીકના પાલઘર સ્ટેશનના યાર્ડમાં માલવાહક ટ્રેનના ગાર્ડ કોચ સહિતના સાત વેગન પાટા પરથી ખડી પડ્યાં હતાં. જેને કારણે સુરતથી મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખરોવાયો હતો. કેટલીય ટ્રેનો અટવાઈ ગઈ હતી. તો ઘણી ટ્રેન રદ્દ કરી દેવામાં આવી હતી. ત્રણથી ચાર કલાક ટ્રેન મોડી ચાલતી હોવાથી અનેક મુસાફરો કલાકો સુધી રેલ્વે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ બેઠા રહ્યાં હતાં. મુંબઈથી આવતી અને સુરતથી મુંબઈ જતી ટ્રેનોના મુસાફરો કલાકો સુધી અટવાયા હતાં.
7 ટ્રેન ટૂંકાવી દેવાઈ
પાલઘર પાસે માલગાડીના 7 ડબ્બા ખડી પડતાના કારણે મુંબઈ-સુરત-અમદાવાદ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થઈ હતી. 4 ટ્રેનને રદ કરી દેવામાં આવી છે. વિરાર દહાણુ, દહાણુ રોડ બોરીવલી, બોરીવલી વલસાડ અને સંજાણ વિરાર ટ્રેન રદ કરી દેવાઈ છે. જ્યારે 7 ટ્રેનને ટૂંકાવી દેવાઈ હતી અને 3 ટ્રેનને સુરત-ઉધના-જલગાંવ-કલ્યાણના રૂટથી આગળ વધારાઈ હતી.
અમદાવાદ-મુંબઈ જતી ટ્રેનોને અસર
આ સાથે અમદાવાદથી મુંબઈ તરફ જતી ટ્રેનો મોડી ચાલી રહી છે. આજે અમદાવાદથી વલસાડ જતી ગુજરાત એક્સપ્રેસ સાંજે 6.10ની જગ્યાએ રાતે 8 વાગ્યે ઉપડશે. શતાબદી એક્સપ્રેસ બપોરે 3.10ની જગ્યાએ સાંજે 4.20 વાગ્યે ઉપડશે. ગુજરાત એક્સપ્રેસ સવારની જગ્યાએ સાંજે 4.20 વાગ્યે રવાના થશે. આ ઉપરાંત અન્ય ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવાની ફરજ પડી છે. પાલઘર અકસ્માતને પગલે અમદાવાદથી મુંબઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.








