મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોઝારો ગુરુવાર: રાજ્યમાં 4 માર્ગ અકસ્માતની ઘટનામાં કુલ 9ના મોત

રાજ્યમાં આજે કુલ માર્ગ અકસ્માતની 4 ઘટનામાં 9 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. પેટલાદ હાઈવે પર, દ

ગોઝારો ગુરુવાર: રાજ્યમાં 4 માર્ગ અકસ્માતની ઘટનામાં કુલ 9ના મોત

રાજ્યમાં આજે કુલ માર્ગ અકસ્માતની 4 ઘટનામાં 9 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. પેટલાદ હાઈવે પર, દાદરાનગર હવેલીના હાઈવે પર, ભાવનગર હાઈવે અને સાયલા હાઈવે પર આ અકસ્માતો સર્જાયા હતા. જેમાં નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં 3ના મોત

પેટલાદના  તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લકઝરી બસ રાજકોટથી સુરત જઈ રહી હતી..ઓવરટેક કરવા જતા આ અકસ્માત સર્જાયો હતો. પેટલાદ ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.મૃતકની ઓળખ ધ્રુવ રૂડાણી , મનસુખભાઈ કોરાટ અને  કલ્પેશ જીયાણી તરીકે કરવામાં આવી છે.

આ પણ વાંચો: પાટણ: 65 વર્ષના વિકૃત વૃદ્ધને 20 વર્ષની આકરી સજા, બાળકીઓને લાલચ આપી કરતો હતો અડપલાં

દાદરાનગર હવેલીના દૂધનીમાં અકસ્માતમાં 4ના મોત

દાદરા નગર હવેલીના દૂધની ખાતે ડ્રાઇવર સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. સુરત પાર્સિંગની કારનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચમાંથી ચારના મોત નીપજ્યાં હતાં. સુરત પાર્સિંગની ગાડી લઈને સહેલાણીઓ ફરવા આવેલા હતા.તે વખતે જ અકસ્માત સર્જાયો હતો. જેથી તાત્કાલિક સ્થાનિકો દોડી આવ્યા હતાં. જેમણે પોલીસને પણ જાણ કરી હતી. ત્યારબાદ મૃતદેહોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

ભાવનગરના તળાજા- પાલીતાણા હાઈવે પર અકસ્માતમાં એકનું મોત

ભાવનગરના તળાજા- પાલીતાણા  હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહને બાઈક ચાલકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.અકસ્માતમાં એકને ગંભીર ઈજાઓ થતા 108 મારફતે તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગરના સાયલા- લીંબડી હાઇવે પર અકસ્માતમાં એકનું મોત

સુરેન્દ્નનગર જિલ્લામાં વધુ એક અકસ્માત સર્જાયો છે. સાયલા- લીંબડી હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. ફૂલગ્રામ પાસે આવેલ ઓવર બ્રિજ પર અજાણ્યા વાહન દ્વારા યુવાનને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. અશોક અરજણભાઈ કાંઝીયા નામના યુવાનનું હિટ એન્ડ રનમાં મોત નિપજ્યું હતું.

આ સમાચાર શેર કરો