મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ: 65 વર્ષના વિકૃત વૃદ્ધને 20 વર્ષની આકરી સજા, બાળકીઓને લાલચ આપી કરતો હતો અડપલાં

પાટણની પોક્સો કોર્ટે જાતીય શોષણના કેસમાં 62 વર્ષના આરોપીને 20 વર્ષની સખત્ત કેદની સજા સંભળાવી છે.

પાટણ: 65 વર્ષના વિકૃત વૃદ્ધને  20 વર્ષની આકરી સજા, બાળકીઓને લાલચ આપી કરતો હતો અડપલાં

પાટણની પોક્સો કોર્ટે જાતીય શોષણના કેસમાં 62 વર્ષના આરોપીને 20 વર્ષની સખત્ત કેદની સજા સંભળાવી છે. પાટણ શહેરના બુકડી વિસ્તારમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધે પાડોશમાં રહેતી બાળકીઓ સાથે શારિરીક અડપલાં અને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે  5 અને 7 વર્ષની બાળકીઓને  બિસ્કિટ ચોકલેટની લાલચ આપવાના બહાને ઘરમાં બોલાવીને વૃદ્ધ શરમજનક કૃત્ય કરતા હતા.

બન્ને બાળકીઓ સાથે વૃદ્ધે  શારીરિક અડપલાં તેમજ દુષ્કર્મનો પ્રયાસ કર્યો

બન્ને બાળકીઓ સાથે વૃદ્ધે  શારીરિક અડપલાં તેમજ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ મામલે બાળકીઓએ જ્યારે પરિવારને જાણ કરી હતી, ત્યારે પરિવારજનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવારે વૃદ્ધ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે વૃદ્ધની પોક્સો હેઠળ ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: દુ:ખદ/ સિદ્ધપુર પરિવાર નિંદ્રાધીન હતો અને મકાનમાં લાગી આગ, 4 વર્ષનું બાળક અને વૃદ્ધા જીવતા ભડથું

વિકૃત આરોપી કનૈયાલાલને આકરી સજા સંભળાવી 

દાદાની ઉંમરના વિકૃત આરોપી કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ આચાર્ય વૈષ્ણવ સાધુને પોક્સો એક્ટ અનુસાર સખત કેદ તેમજ 1.40 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે સમગ્ર રાજ્યમાંથી  છેલ્લા ત્રણ વર્ષમાં પોક્સોના ગુનાઓમાં 609 આરોપીઓને સજા આપવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો