મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ગોધરામાં જ્વેલર્સમાંથી 1 કરોડ 26 લાખના દાગીના ચોરનાર યુવતીની પોલીસે કરી ધરપકડ

Godhra news : પંચમહાલના ગોધરાના ચિત્રારોડ પર આવેલા ધનરાજ જ્વેલર્સમાં ચોરી કરવા મામલે પ

VIDEO : ગોધરામાં જ્વેલર્સમાંથી 1 કરોડ 26 લાખના દાગીના ચોરનાર યુવતીની પોલીસે કરી ધરપકડ

Godhra news : પંચમહાલના ગોધરાના ચિત્રારોડ પર આવેલા ધનરાજ જ્વેલર્સમાં ચોરી કરવા મામલે પોલીસે આરોપી સેલ્સ ગર્લની ધરપકડ કરી છે. યુવતીએ 1.26 કરોડના સોનાના દાગીનાની ચોરી કરી તેના બોયફ્રેન્ડ નિમેષ ઠાકવાણીને આપ્યા હતા.

આ યુવતી એક વર્ષ પહેલાં નોકરીએ લાગી હતી અને અત્યાર સુધીમાં તેણે સવા કરોડના દાગીનાની ચોરી કરી તેના બોયફ્રેન્ડેને આપ્યા હતા. જો કે, આખરે માલિકે ચોરી પકડી પાડતાં પોલીસે યુવતીની ધરપકડ કરી છે, જ્યારે પ્રેમી હજુ ફરાર છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

આ મુદ્દે જ્વેલર્સના માલિકે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. ધનરાજ જ્વેલર્સમાં કામ કરતી યુવતી અનુષ્કા પરવાણીએ જ્વેલર્સમાંથી દાગીનાની ચોરી કરી તેના બોયફ્રેન્ડ નિમેષ ઠાકવાણીને આપતા પોલીસે બન્ને સામે ગુનો નોંધ્યો હતો. દાગીના ચોરીની આ ઘાટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી, જુઓ આ વીડિયો :

આ સમાચાર શેર કરો