Godhra બન્યું રાજ્યનું પ્રથમ 'ગૌ-રક્ષા કેન્દ્ર': ગૌવંશની હેરાફેરી રોકવા વિશેષ સ્કવોર્ડની રચના
પંચમહાલ જિલ્લામાંથી એક મહત્ત્વપૂર્ણ અને પ્રેરણાદાયી સમા

પંચમહાલ જિલ્લામાંથી એક મહત્ત્વપૂર્ણ અને પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. ગોધરા રાજ્યનું પ્રથમ 'ગૌ-રક્ષા કેન્દ્ર' બન્યું છે, જ્યાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અને કતલને સંપૂર્ણપણે રોકવા માટે જિલ્લા પોલીસ દ્વારા એક વિશેષ સ્કવોર્ડ (Special Squad) ની રચના કરવામાં આવી છે.
વિશેષ સ્કવોર્ડમાં 8 અધિકારીઓનો સમાવેશ
પંચમહાલ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્વારા આ વિશેષ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. આ ટીમને ગૌ-રક્ષાના કામગીરી માટે ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. સ્કવોર્ડમાં કુલ 8 અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્કવોર્ડ ગૌવંશની હેરાફેરી અને કતલની શંકાસ્પદ હિલચાલ પર સતત નજર રાખશે અને કાયદાનું કડકાઈથી પાલન કરાવશે.
પોલીસ વડાની જનતાને અપીલ
પોલીસ વડા હરેશ દુધાતે જિલ્લાના નાગરિકોને આ પહેલમાં સહકાર આપવા માટે વિશેષ અપીલ પણ કરી છે. તેમણે જણાવ્યું છે કે ગૌ હત્યા અથવા ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી સંબંધિત કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવે. ગોધરામાં શરૂ કરાયેલી આ પહેલ રાજ્યભરના અન્ય જિલ્લાઓ માટે પણ એક ઉદાહરણ પૂરું પાડે છે, જે ગૌ-રક્ષા પ્રત્યે પંચમહાલ પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે.








