મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પત્રકાર મહેશ લાંગા સાથે સંકળાયેલા GST કૌભાંડના કેસમાં GMBની ઓફિસમાં પોલીસના દરોડા, એક કર્મચારીની ધરપકડ

GST scam case : પત્રકાર મહેશ લાંગા સાથે સંકળાયેલા GST કૌભાંડના કેસમાં ગાંધીનગરથી મોટા સમાચાર સમયે આવ્યાં

પત્રકાર મહેશ લાંગા સાથે સંકળાયેલા GST કૌભાંડના કેસમાં  GMBની ઓફિસમાં પોલીસના દરોડા, એક કર્મચારીની ધરપકડ

GST scam case : પત્રકાર મહેશ લાંગા સાથે સંકળાયેલા GST કૌભાંડના કેસમાં ગાંધીનગરથી મોટા સમાચાર સમયે આવ્યાં છે. આ કેસમાં ગાંધીનગર પોલીસે સેક્ટર-10 સ્થિત ગુજરાત મેરીટાઈમ બોર્ડની ઓફિસ સાગર ભવનમાં દરોડા પાડ્યા હતા. ગાંધીનગર પોલીસની 6 ટીમ સાગર ભવન ખાતે ત્રાટકી હતી. આ દરોડામાં તપાસ દરમિયાન  ગુજરાત મેરીટાઈમ બોર્ડના એક કર્મચારીએ GMBના બંદરોની માહિતી લીક કરી હોવાનું સામે આવ્યું હતું, જે બાદ તે કર્મચારીની પોલીસે ધરપકડ કરી છે. આજ સાંજ સુધીમાં  વધુ એક બે ફરિયાદ દાખલ થાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે. 

GST કૌભાંડમાં મહેશ લાંગા અને અન્ય 3ની ધરપકડ

ગુજરાતના પત્રકાર મહેશ લાંગાની ક્રાઈમ બ્રાન્ચ (DCB) દ્વારા 8 ઓક્ટોબર મંગળવારે સવારે અન્ય ત્રણ સાથે ધરપકડ કરવામાં આવી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ-DGGI દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે 13 કંપનીઓ અને તેમના માલિકો પર કથિત ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) છેતરપિંડી માટે કેસ નોંધાયાના એક દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.  

ક્રાઈમ બ્રાંચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અજિત રાજિયને મહેશ લાંગાની ધરપકડ અંગે કહ્યું હતું, "અમે તેની પાસેથી 20 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ, કેટલાક સોનું અને જમીનના કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે."

પોલીસનો આરોપ છે કે GSTની છેતરપિંડીથી સરકારી તિજોરીને નુકસાન થયું છે કારણ કે આરોપીઓએ નકલી બિલ દ્વારા નકલી ITCનો લાભ લીધો હતો અને પાસ કર્યો હતો. FIRમાં આરોપ છે કે આ રેકેટમાં ઉપયોગમાં લેવાયેલા બનાવટી દસ્તાવેજોના આધારે 220થી વધુ બેનામી-નકલી  કંપનીઓની બનાવવામાં  આવી છે.

આ સમાચાર શેર કરો