મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર : ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરનાર યુવતી ઝડપાઈ

Bhavnagar News : ભાવનગરમાં ડોકટરને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરનાર યુવતીને પોલીસે ઝડપી પાડી છે. આ યુવતીએ ડોક્ટરન

ભાવનગર : ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરનાર યુવતી ઝડપાઈ

Bhavnagar News : ભાવનગરમાં ડોકટરને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરનાર યુવતીને પોલીસે ઝડપી પાડી છે. આ યુવતીએ ડોક્ટરને ઘરે બોલાવી, બેભાન કરી નગ્ન અવસ્થામાં ફોટો અને વીડિયો ઉતારી લીધા હતા. બાદમાં આ ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કર્યા હતા. ડોક્ટરે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આ યુવતીને ઝડપી કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટે યુવતીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

આ પણ વાંચો : મોટવડા વિદ્યાર્થી આપઘાત કેસ : સસ્પેન્ડેડ આચાર્ય સચિન વ્યાસ પોલીસ સમક્ષ થયા હાજર

ડોક્ટરને બેભાન કરી નગ્ન અવસ્થામાં ફોટો-વીડિયો ઉતાર્યા 

શહેરના અધેવાડા વિસ્તારમાં આ બનાવ બન્યો હતો.  અધેવાડા વિસ્તારમાં આવેલા ૐ રેસીડેન્સી ફ્લેટના પાંચમા માળે રહેતી યુવતીએ દિવાળીના રજાના દિવસો દરમિયાન ડોક્ટરને ઘરે બોલાવ્યાં હતા અને સફેદ પ્રવાહી પીવડાવી ડોક્ટરને બેભાન કરી દીધા હતા.  

આ યુવતીએ બેભાન અવસ્થામાં રહેલા ડોક્ટરના વસ્ત્રો ઉતારી નગ્ન અવસ્થામાં તેમની સાથે ફોટો-વીડિયો  ઉતારી લીધા હતા અને બાદમાં આ ફોટો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી ડોકટર પાસે 5 લાખ રૂપિયા અને કારની માંગણી કરી હતી.  આ સમગ્ર મામલે ભોગ બનનાર ડોક્ટરે ભરતનગર પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

આ સમાચાર શેર કરો