મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જામનગરમાં યુવતી પર 3 શખ્સોએ આચર્યું સામુહિક દુષ્કર્મ, નોંધાઈ પોલીસ ફરિયાદ

Jamnagar News : સરકારના સબ સલામતના દાવા વચ્ચે ગતિશીલ ગુજરાતમાં દીકરીઓ-મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે.

જામનગરમાં યુવતી પર 3 શખ્સોએ આચર્યું સામુહિક દુષ્કર્મ, નોંધાઈ પોલીસ ફરિયાદ

Jamnagar News : સરકારના સબ સલામતના દાવા વચ્ચે ગતિશીલ ગુજરાતમાં દીકરીઓ-મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. આજે રાજકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાના સમાચાર સામે આવ્યાં, તો જામનગરમાં સામુહિક દુષ્કર્મની ઘટના ઘટી છે. 

યુવતી પર 3 શખ્સોએ આચર્યું સામુહિક દુષ્કર્મ

જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતી યુવતી પર ત્રણ શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યું છે. આ ભોગ બનાનર યુવતી  સામુહિક દુષ્કર્મ આચરનારા ત્રણેય શખ્સો સાથે છેલ્લા દોઢ વર્ષથી સંપર્કમાં હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. 

આ પણ વાંચો : રાજકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ, સફાઈ કામદારે બનાવી હવસનો શિકાર

ગુજરાતમાં દરરોજ છ મહિલાઓ બને છે દુષ્કર્મનો ભોગ :  NCRB રિપોર્ટ

ગુજરાતમાં મહિલાઓ પર થતાં અત્યાચારને લઈને સ્થિતી ચિંતાજનક રહી છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોને મતે, ગુજરાતમાં મહિલાઓની છેડતી, મારઝૂડ, હત્યા, બળાત્કાર ઉપરાંત ઘરેલુ હિંસાના કેસોમાં વધી રહ્યાં છે. દર વર્ષે મહિલા પર થતા અત્યાચારોને લઈને સાત- આઠ હજાર કેસો પોલીસ ચોપડે નોંધાઈ થઇ રહી છેકે, ગુજરાતમાં મહિલાઓ સલામત રહી નથી. નોંધનીય છેકે, વર્ષ 2018 થી માંડીને વર્ષ 2022 સુધી મહિલાઓ પર થતા અત્યાચારની કુલ મળીને 23117 કેસો નોંધાયા હતાં. 

ગુજરાતમાં બળાત્કારની ઘટના

વર્ષ બળાત્કારની ઘટનાનો આંકડો
2020-21  2076
2021-22 2239
2022-23 2209
કુલ 6524

મહિલા અત્યારચારની ઘટનાઓ

વર્ષ મહિલા અત્યાચારની ઘટના
2020-21 8024
2021-22 7348
2022-23 7731
કુલ 23117

ગુજરાતમાં વર્ષ 2020-21માં 2076, વર્ષ 2021-22માં 2239 અને વર્ષ 2022-23માં 2209 બળાત્કારની ઘટનાઓ નોંધાઈ હતી. આ ત્રણ વર્ષમાં કુલ મળીને 6524 બળાત્કારના કિસ્સા બન્યા હતાં. શાંત સલામત ગુજરાતમાં મહિને 175 બળાત્કારની ઘટનાઓ નોંધાઈ રહી છે. 

આ ઉપરાંત સામૂહિક બળાત્કારના કિસ્સાઓ પણ ગુજરાતમાં બની રહ્યા છે. છતાંય સલામત ગુજરાતના ગાણાં ગવાઈ રહ્યા છે. જેમકે,  વર્ષ 2020-21માં ગુજરાતમાં સામૂહિક બળાત્કારના 27, વર્ષ 2021-22માં 32 અને વર્ષ 2022-23માં 36 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં મહિને બે સામૂહિક બળાત્કાર થાય છે. 

આ સમાચાર શેર કરો