અમરેલી: સુરગપુર ગામમાં રમતાં રમતાં બાળકી બોરવેલમાં પડી, યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ
અમરેલીના સુરગપુર ગામમાં બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી જતા દોડધામ મચી ગઈ છે. બીજી તરફ આ બનાવની જાણ થતા ફાયર

અમરેલીના સુરગપુર ગામમાં બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી જતા દોડધામ મચી ગઈ છે. બીજી તરફ આ બનાવની જાણ થતા ફાયર વિભાગ, પોલીસ, NDRF, અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બાળકી બોરવેલમાં પડી જતાં ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે યુદ્ધના ધોરણે બાળકીને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપેરશન હાથ ધર્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમરેલીના સુરગપુરા ગામમાં ભનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં ખેતમજૂરી કરતા એક પરિવારની દોઢ વર્ષની આરોહી નામની બાળકી રમતાં રમતાં ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી. બાળકી લગભગ 500 ફૂંટ ઊંડા બોરમાં પડી હતી. બાળકી બોરવેલમાં 45થી 50 ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન છે.
બોરમાં કેમેરાની મદદથી બાળકીની સ્થિતિ પર રાખવામાં આવી રહી છે નજર
બીજી તરફ આ બનાવની જાણ થતા ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તરત જ બાળકીને બોરવેલમાં ઓક્સિજન આપવાનું શરૂ કર્યું હતું. બોરમાં કેમેરાની મદદથી બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
બાળકીને બચાવવા રોબોટની મદદ લેવાઈ
આ ઉપરાંત રોબોટની મદદથી પણ બાળકીને બોરવેલમાંથી રેસ્ક્યૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, તેમાં પણ સફળતા મળી નહોતી. બાળકી બપોરે 12 વાગ્યાના અરસામાં બોરમાં પડી હોવાના સમાચાર મળી રહ્યા છે.






