મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દેવભૂમિ દ્વારકા: જામરાવલમાં જળબંબાકારના લીધે સારવાર ન મળતા બાળકીનું મોત!,

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જેના પગલે ઠેરઠેર જળબંબાકારના દૃશ્ય

દેવભૂમિ દ્વારકા: જામરાવલમાં જળબંબાકારના લીધે સારવાર ન મળતા બાળકીનું મોત!,

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જેના પગલે ઠેરઠેર જળબંબાકારના દૃશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે જામરાવલના હનુમાનધાર વિસ્તારમાં પાણી ફરી વળતા સારવારના અભાવે એક બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલ વરસાદના લીધે રાવલમાં વર્તું 2 ડેમના દરવાજા ખોલવામાં આવતા પાણી ચારે તરફ ફરી વળતાં જામ રાવલ જળમગ્ન થયું હતું. જામ રાવલના હનુમાનધાર વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જે દરમિયાન આ વિસ્તારમાં રહેતી એક બાળકી અચાનક બીમાર પડી હતી. પરિણામે આ દીકરીને સમયસર સારવાર ન મળતા બાળકીનું મોત નિપજ્યું છે.  

સરકારી મદદ પહોંચી નહીં શકતા બાળકીનું મોત થયું: પિતાએ આક્ષેપ 

પરિવારના જણાવ્યા પ્રમાણે દિકરી અચાનક બીમાર પડી હતી. આઠ કલાક સતત વલખા માર્યા હતા. સરકારી મદદ પહોંચી નહીં શકતા તેનું મોત થયું હોવાનો મંગુના પિતાએ આક્ષેપ કર્યો છે.

તમને જણાવી દઈએ કે, વર્તું 2 ડેમના પાણી ચારે તરફ ફરી વળતાં બાળકીને સારવાર નહીં મળતા પુત્રીએ જીવ ગુમાવતા સમગ્ર રાવલ પંથકમાં દુઃખની લાગણી ફેલાઇ ગઈ છે. વર્ષોથી રાવલ હનુમાનધાર વિસ્તારમાં પૂરની સ્થિતિમાં લોકો મુશ્કેલી વેઠી રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલા નહીં ભરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો