મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કૌભાંડ કે બેદરકારી? 80 કરોડના ખર્ચે તૈયાર ઘુમા-શીલજ ઓવરબ્રિજના છેડે રસ્તો નહીં દીવાલ

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજનું ઉદાહરણ પજુ ભુલાયુ નથી ત્યારે બોપલ, ઘ

કૌભાંડ કે બેદરકારી? 80 કરોડના ખર્ચે તૈયાર ઘુમા-શીલજ ઓવરબ્રિજના છેડે રસ્તો નહીં દીવાલ

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજનું ઉદાહરણ પજુ ભુલાયુ નથી ત્યારે બોપલ, ઘુમા, શીલજમાં પણ રેલ્વે ઓવરબ્રિજને લઈને ચોંકાવનારી વાત સામે આવી છે. રૂપિયા 80 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલાં ઓવરબ્રિજના છેડે રસ્તો જ નથી. આ બ્રિજના છેડે રહેણાક વિસ્તારની દિવાલ છે. જેથી ઓવરબ્રિજ પરથી પસાર થનારાં વાહનચાલકો આગળ કેવી રીતે જશે એ સવાલ ઉભો થયો છે.

 80 કરોડના ખર્ચે ઘુમા-શીલજને જોડતો રેલ્વે બ્રિજ તૈયાર

અમદાવાદમાં 80 કરોડના ખર્ચે ઘુમા-શીલજને જોડતો રેલ્વે બ્રિજ તૈયાર થઈ રહ્યો છે. છેલ્લાં પાંચેક વર્ષથી ઓવરબ્રિજની 80 ટકા કામગીરી પૂર્ણ થઈ છે, પણ હવે જ્યારે કરોડો રૂપિયા ખર્ચે તૈયાર થયેલો ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવાનો સમય આવ્યો ત્યારે જ બ્રિજ નિર્માણની કામગીરી અટકી પડી છે, તેનું કારણ એ છે કે બ્રિજના છેડે જઈ શકાય તેવી કોઈ સ્થિતિ જ નથી.

આ પણ વાંચો: VIDEO: મોરબીના હળવદ-દેવળીયા હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસે પલ્ટી મારી, 9 મુસાફરો ઈજાગ્રસ્ત

શીલજ તરફ જવા માટે બ્રિજ પૂરો થાય તે પછી 30 ફુટના અંતરે દિવાલ છે. આગળ જવાનો કોઈ રસ્તો જ નથી, પરિણામે વાહનો કેવી રીતે અવરજવર કરશે તે પ્રશ્ન છે. માત્રને માત્ર 10-12 ફુટના સાંકડો રસ્તો છે, ત્યાકે બ્રિજ પરથી શિલજ તરફ વાહનો કેવી રીતે જશે તે પ્રશ્ન છે. આ ઓવરબ્રિજે ઔડા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીની પોલ ખુલ્લી પાડી છે. અણઘડ આયોજનને કારણે હવે રેલ્વે ઓવરબ્રિજ શરૂ થઈ શકે તેમ નથી. અધિકારીઓનું કહેવું છે કે, શીલજ તરફ જવા 45 મિટરનો રોડ માટેની પ્રક્રિયા કરવા ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા સૂચના અપાઈ હતી, તેમાં છતાં હજુ સુધી કોી

આ સમાચાર શેર કરો