GCMMF Election: 18 જિલ્લા દૂધ ઉત્પાદક સંઘોના ચેરમેન કરશે મતદાન, નવા ચહેરાની આશા
આજે, 22 જુલાઈ 2025ના રોજ, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફે

આજે, 22 જુલાઈ 2025ના રોજ, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની ચૂંટણી યોજાઇ રહી છે. GCMMFજે અમુલ બ્રાન્ડ હેઠળ દૂધ અને ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. તેના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આણંદ ખાતે યોજાશે. જેમાં ગુજરાતના 18 જિલ્લા દૂધ ઉત્પાદક સંઘોના ચેરમેન મતદાન કરશે, જેઓ GCMMFના બોર્ડના સભ્યો છે.
GCMMFની સ્થાપના 1973માં થઈ હતી, અને તે 18,600 ગામડાઓની 18,000થી વધુ દૂધ મંડળીઓ અને 36 લાખ પશુપાલકો સાથે જોડાયેલું છે. આ સંગઠન દૈનિક 350 લાખ લિટર દૂધનું સંગ્રહણ કરે છે અને અમુલ તેમજ સાગર બ્રાન્ડ હેઠળ ઉત્પાદનોનું વેચાણ કરે છે. 2023-24માં GCMMFનું ટર્નઓવર US$ 7.3 બિલિયન (₹80,000 કરોડ) રહ્યું હતું, જે તેને ભારતનું સૌથી મોટું ડેરી સહકારી સંગઠન બનાવે છે.
18 દૂધ સંઘોના ચેરમેનો ચેરમેન કરશે મતદાન
આજની ચૂંટણીમાં 18 દૂધ સંઘોના ચેરમેનો ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરશે. GCMMFની ચૂંટણી પ્રક્રિયા અનોખી છે, જેમાં દરેક જિલ્લા દૂધ સંઘના ચેરમેનને એક મૂળ મત ઉપરાંત વધારાના મતો મળે છે, જે તેમના સંઘના GCMMF સાથેના વ્યવસાયના આધારે નક્કી થાય છે.
હાલમાં GCMMFના ચેરમેન તરીકે શામળભાઈ પટેલ (સાબર ડેરી, સાબરકાંઠા) અને વાઇસ ચેરમેન તરીકે વાલમજીભાઈ હુંબલ (સરહદ ડેરી, કચ્છ) છે. બંનેએ જુલાઈ 2020થી અઢી વર્ષની ટર્મ પૂર્ણ કરી છે.
શામળભાઈ પટેલનું પુનરાવર્તન થવું મુશ્કેલ
જો કે સૂત્રો અનુસાર શામળભાઈ પટેલનું પુનરાવર્તન થવું મુશ્કેલ લાગે છે. હિંમતનગર ખાતે સાબર ડેરી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોએ હાલમાં કરેલા વિરોધ પ્રદર્શનો અને પોલીસ સાથેની હિંસક અથડામણોને કારણે શામળભાઈ પટેલની સ્થિતિ નબળી પડતી જણાઇ રહી છે.








