મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Anand news: વધુ એક દૂધ મંડળી વિવાદમાં સપડાઈ; નકલી દૂધ ભરવામાં આવતું હોવાનો કૌભાંડ, જાણો ગ્રામજનોએ શું કહ્યું

હિંમતનગરમાં સાબરડેરી અને પશુપાલકોના વિવાદ વચ્ચે આણંદના બેડવા ગામે દૂધ મંડળીમાં

Anand news: વધુ એક દૂધ મંડળી વિવાદમાં સપડાઈ; નકલી દૂધ ભરવામાં આવતું હોવાનો કૌભાંડ, જાણો ગ્રામજનોએ શું કહ્યું

હિંમતનગરમાં સાબરડેરી અને પશુપાલકોના વિવાદ વચ્ચે આણંદના બેડવા ગામે દૂધ મંડળીમાં નકલી દૂધ ભરવામાં આવતું હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ચેકિંગ દરમિયાન 10 સભાસદનું દૂધ નકલી હોવાનો આવ્યો રિપોર્ટ આવ્યો છે. જોકે દૂધ મંડળી દ્વારા નકલી દૂધ ભરનાર સભાસદોના નામ જાહેર નહીં કરાતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. 

હાલ ઉત્તર ગુજરાતમાં ભાવફેર મુદ્દે સાબરડેરી અને પશુપાલકો વચ્ચે વિવાદ વકર્યો હતો. આ સાથે જ વધુ એક દૂધ મંડળી ચર્ચામાં આવી છે. આણંદના બેડવા ગામે દૂધ મંડળીમાં નકલી દૂધ ભરવામાં આવતું હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ચેકિંગ દરમિયાન 10 સભાસદનું દૂધ નકલી હોવાનો આવ્યો રિપોર્ટ આવ્યો છે. જોકે દૂધ મંડળી દ્વારા નકલી દૂધ ભરનાર સભાસદોના નામ જાહેર નહીં કરાતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે.

અગાઉ પણ આ મંડળીમાં ચાર સભાસદો નકલી દૂધ ભરતા ઝડપાયા હતા. દૂધ મંડળી દ્વારા જ નકલી દૂધ ભરનારને છાવરવામાં આવતા હોવાના આક્ષેપ પણ કરાયા છે. તાજેતરમાં નકલી દૂધ ભરનાર 10 લોકોના નામ સામે આવ્યા હોવાની ચર્ચા છે. જેમાં ગામના સરપંચ અને તાલુકા સભ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સરપંચ અને તાલુકા સભ્યો જેવા મોટા માથાઓના નામ હોય દૂધ મંડળી દ્વારા તેમને છાવરવામાં આવતા હોવાનો આરોપ છે. 

આ સમાચાર શેર કરો