મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ગાયત્રી પરિવારની ત્રિ-દિવસીય યુગ સૃજેતા યુવા શિબિર, 5 હજારથી વધુ યુવાનો લેશે ભાગ 

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારનાં તત્વાધાનમાં ગાયત્રી પરિવાર સુરત દ્વારા “યુગ સૃજેતા

સુરતમાં ગાયત્રી પરિવારની ત્રિ-દિવસીય યુગ સૃજેતા યુવા શિબિર, 5 હજારથી વધુ યુવાનો લેશે ભાગ 

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારનાં તત્વાધાનમાં ગાયત્રી પરિવાર સુરત દ્વારા “યુગ સૃજેતા યુવા શિબિર” નું આયોજન તા. 14 થી 16 ડિસેમ્બર 2024, ગ્લોરી હાઈટ્સની સામેનું મેદાન, પેડર  રોડ, તાપી તટે, મોટા વરાછા સુરત ખાતે થઇ રહ્યું છે.ચરિત્રવાન, સુસંસ્કારી યુવા જ રાષ્ટ્રની સાચી મૂડી છે. યુવાઓ શરીરબળ, મનોબળ અને આત્મબળ સંપન્ન બને, યુવાઓ જીવનનું મૂલ્ય સમજે, આદર્શ યુવા તરીકે આગવી છાપ ઉભી કરી શકે એ ભાવથી સર્જનશીલ યુવાઓની શોધ, પ્રશિક્ષણ તથા રાષ્ટ્રના નવનિર્માણનાં પ્રવાહમાં તેઓને સામેલ કરવા માટે આ વિરાટ શિબિરનું આયોજન થઇ રહ્યું છે.

આ પણ વાંચોઃ સુરતમાં સગીરાની છેડતી કરનારનું નીકળ્યું સરઘસ, પોર્ન ફિલ્મ જોઈને ગંદી હરકત કર્યાની કબૂલાત

પુસ્તકોનું પ્રદર્શન

તા. 14 ડિસેમ્બર સવારે 9 વાગ્યે ધર્મ ધજારોહણના કાર્યક્રમથી શિબિરનો ભવ્ય શુભારંભ થશે. શિબિરમાં ગુજરાતનાં 33 જિલ્લાઓમાંથી આવેલા યુવાનો દ્વારા પરેડ કરવામાં આવશે. માનનીય અતિથિ ગણ દ્વારા ધજારોહણ અને વિચાર ક્રાંતિ મશાલ પ્રજ્વલન થશે. આવો ઘડીયે સંસ્કારવાન પેઢી, બાળ સંસ્કારશાળા, વ્યસન મુક્તિ, આદર્શ ગ્રામ, દેવાત્મા હિમાલય, યુગ નિર્માણ યોજનાની ગતિવિધીઓની પ્રદર્શની અને જીવનને ઉત્કૃષ્ટ બનાવનાર 3300 કરતા વધારે પુસ્તકોની વિશાળ પ્રદર્શનીનું ઉદ્ઘાટન થશે. વિચારક્રાંતિ અભિયાનનાં વિરાટરૂપને આ પ્રદર્શની દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. આ વિરાટરૂપ આજે સંપૂર્ણ વિશ્વને પ્રભાવિત કરશે.

સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે       

સાંજે  લોકરંજન થી લોકશિક્ષણનાં ઉદ્દેશ્યથી સાંસ્કૃતિક કાર્યક્રમ થશે. આ શિબિરમાં યુવાનો જીવનની સાચી દિશા મેળવશે અને પ્રતિભા, ધન, સમયનો એક અંશ રાષ્ટ્રનિર્માણનાં કાર્યમાં સમર્પિત કરવા માટે સંકલ્પિત થશે.ગાયત્રી પરિવારનાં સંસ્થાપક વેદમૂર્તિ, તપોનિષ્ઠ યુગદ્રષ્ટા પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા પ્રજ્વલિત(સ્થાપિત) અખંડ જ્યોતિની સાથે આધ્યાત્મિક ઉર્જા અને યુગ નિર્માણનો સંદેશ જન - જન સુધી પહોંચાડવાનાં ઉદ્દેશ્યથી જ્યોતિ કળશ રથયાત્રા ગુજરાતમાં પ્રાંરંભ થઇ છે. તે દિવ્ય જ્યોતિ કળશ રથનું શુભાગમન શિબિરમાં થશે. જ્યોતિ કળશનું દિવ્ય તેજ આ શિબિરને પ્રભાવિત કરશે.
 
અલગ અલગ પ્રવૃતિઓ થશે
        
તા. 15 ડિસેમ્બરે સવારે યુવાઓ શરીરબળ, મનોબળ અને આત્મબળ સંપન્ન બને તે હેતુથી યોગ, ધ્યાનની કક્ષાઓ થશે.  ગાયત્રી પરિવાર સુરત દ્વારા ચાલતાં રાષ્ટ્ર નિર્માણનાં રચનાત્મક આંદોલનની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. યુગ સૃજેતા નવ સૃજન સંકલ્પ દીપમહાયજ્ઞ 11000 દિપકો દ્વારા તાપી તટે શિબિર સ્થળ પર સંપન્ન થશે. આદરણીય ડો.ચિન્મય પંડ્યાજી તથા અન્ય સન્માનિત વિચારશીલ વ્યક્તિત્વનાં ધનીઓ કે જે વિશ્વની અનેક સમસ્યાઓનાં સમાધાન માટે હંમેશા તત્પર હોય તેમની ગરિમામય ઉપસ્થિતિ રહેશે. તા. 16 ડિસેમ્બરે યોગ – ધ્યાન બાદ મંત્ર દીક્ષાનો ક્રમ સંપન્ન થશે. ડો. ચિન્મય પંડ્યાજી દ્વારા યુવાઓમાં આત્મવિશ્વાસ જાગૃત થાય અને યુવાઓ સમાજનિર્માણ, રાષ્ટ્રનિર્માણ માટે સંકલ્પિત થાય તે માટે વિશેષ ઉદબોધન થશે.

આ સમાચાર શેર કરો