મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી આપ્યુ રાજીનામું, વાવ બેઠક પર કોંગ્રેસ કોને ઉતારશે મેદાનમાં

બનાસકાંઠા બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતતા ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. ગુજરાતની 26 લોકસભા બ

ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી આપ્યુ રાજીનામું, વાવ બેઠક પર કોંગ્રેસ કોને ઉતારશે મેદાનમાં

બનાસકાંઠા બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતતા ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 25 બેઠક પર ભાજપની જીત થઇ છે જ્યારે એક બેઠક કોંગ્રેસના ફાળે આવી હતી. બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોર સાંસદ બનતા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતુ.. ગેનીબેન વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા. હવે વાવ બેઠક પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ક્યા નેતાને ઉતારશે તેને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે.

આ બે નામ પર સૌથી વધુ ચર્ચા

સાંસદ બનતા ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ હતુ. આ બેઠક ખાલી પડતા છ મહિનાની અંદર વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે.  આ બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપશે તેને લઈને અટકળો તેજ બની છે. અહેવાલો અનુસાર, કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત ઠાકરશી રબારીનું નામ ચર્ચાઈ રહ્યું છે, જે વાવ તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે.

બનાસકાંઠાને 62 વર્ષ પછી મહિલા સાંસદ મળ્યા 

પાકિસ્તાન બોર્ડરથી માંડ 30 કિ.મી. દૂર આવેલા બનાસકાંઠા લોકસભા બેઠકમાં ભારે જંગ જામ્યો હતો. ગુજરાતની આ લોકસભા બેઠક પર બે મહિલાઓ સામસામે છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે આ લડાઈ હતી અને અંતે ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળશે. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.

ગેનીબેન ઠાકોરે બે વાર વિધાનસભા ચૂંટણી જીતી હતી

ગેનીબેન ઠાકોરનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ કોંગ્રેસમાં સક્રિય મહિલા રાજકારણી છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા મતવિસ્તારમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેમાં તેમનો પરાજય થયો હતો. આ પછી ફરી 2017માં તેમણે વાવ મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6,655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા.

આ સમાચાર શેર કરો