મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ-વડોદરા હાઈવે પર વાહનચાલકોને લૂંટતી મહિલા વેશધારી ગેંગ ઝડપાઈ, 14 ગુના કબૂલ્યા

Ahmedabad News: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વાહનચાલકોને નિશાન બનાવી લૂંટ ચલાવતી એક ગેંગને કણભા પોલીસે ઝડપી પ

અમદાવાદ-વડોદરા હાઈવે પર વાહનચાલકોને લૂંટતી મહિલા વેશધારી ગેંગ ઝડપાઈ, 14 ગુના કબૂલ્યા

Ahmedabad News: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વાહનચાલકોને નિશાન બનાવી લૂંટ ચલાવતી એક ગેંગને કણભા પોલીસે ઝડપી પાડી છે. આ ગેંગના સભ્યો મહિલાનો વેશ ધારણ કરીને વાહનચાલકોને ફસાવતા અને પછી લૂંટ ચલાવતા હતા. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછમાં 14 જેટલા ગુનાઓની કબૂલાત થઈ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટોલટેક્સથી થોડે દૂર, જ્યાં લાંબા અંતરની મુસાફરી કરતા વાહનચાલકો આરામ કરવા ઉભા રહેતા હતા ત્યાં આ ગેંગ સક્રિય હતી. ગેંગનો એક સભ્ય અંધારાનો લાભ લઈને મહિલાનો વેશ ધારણ કરતો અને ડ્રાઈવર-ક્લીનરોને લોભ-લાલચ આપીને રોડની બાજુમાં આવેલા ખેતરોમાં લઈ જતો હતો. ત્યાં તેઓ તેમની પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ અને પહેરેલા ઘરેણાંની લૂંટ કરી લેતા હતા. જો કોઈ પ્રતિકાર કરતું, તો તેમને હથિયાર વડે માર મારીને પણ લૂંટ ચલાવવામાં આવતી હતી.

આ સંદર્ભે કણભા પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આશરે એકાદ કિલોમીટર દૂર ચાર ઈસમોએ હથિયારો વડે માર મારીને તેમની પાસેથી ₹25,000 રોકડા અને ચાંદીની લકી મળી કુલ ₹49,000ના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

ફરિયાદના આધારે, વિવેકાનંદ નગર પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને વોચ ગોઠવી હતી. વિવેકાનંદ નગર પોલીસે પણ આ ગેંગને પકડવા માટે વિશેષ રણનીતિ અપનાવી હતી, જેમાં પીઆઈ એચ.એન. બારીયા સહિતની ટીમે ટ્રક ચલાવીને પણ આ ગેંગને ઝડપી પાડવાની કામગીરી કરી હતી. પોલીસે 70થી વધુ મોબાઈલ નંબરોના સીડીઆરનું ટેકનિકલ એનાલિસિસ કરીને માહિતી એકત્રિત કરી હતી. પોલીસે તપાસ દરમિયાન ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે:

 * દિનેશભાઈ ભગાભાઈ વાદી

 * મહેશભાઈ ભીખાભાઈ વાદી

 * દેવાભાઈ પ્રેમજીભાઈ નટ

 * અજયભાઈ ચતુરભાઈ વાદી

પોલીસ તપાસમાં આ આરોપીઓએ અત્યાર સુધીમાં 14 જેટલા ગુનાઓની કબૂલાત કરી છે, જે અમદાવાદ ગ્રામ્ય એસ.પી. ઓમ પ્રકાશ જાટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ લૂંટારુ ગેંગના ઝડપાવાથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વાહનચાલકોમાં ભયનો માહોલ ઓછો થશે તેવી આશા છે.

આ સમાચાર શેર કરો