Ahmedabad/ ગાર્ડનની સુરક્ષામાં ગાબડું: CCTVની દયનીય સ્થિતિ
તીસરી આંખ એટલે કે સીસીટીવી સુરક્ષા માટે ઉપયોગી છે.અને આથી પબ્લિક પ્લેસ ઉપર તે લગાવવામાં આવે છે જોકે અમદાવાદના
તીસરી આંખ એટલે કે સીસીટીવી સુરક્ષા માટે ઉપયોગી છે.અને આથી પબ્લિક પ્લેસ ઉપર તે લગાવવામાં આવે છે જોકે અમદાવાદના ગાર્ડનની વાત કરીએ તો ક્યાંક આ ત્રીજી આંખને સારવારની જરૂર છે.. તો ક્યાંક ત્રીજી આંખ જ ગાયબ છે.
અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ગાર્ડનમાં કોઈ ઘટના ઘટે તો શક્ય છે કે સીસીટીવી ફૂટેજ મળી શકે નહીં કારણ કે ઘણા ગાર્ડનમાં સીસીટીવી છે જ નહીં તો ક્યાંક સીસીટીવી વર્કિંગ કન્ડિશનમાં નથી. મહાનગરપાલિકા દ્વારા 272 ગાર્ડનોનું સંચાલન કરવામાં આવે છે. તેમાંથી માત્ર 80 ગાર્ડનમાં સીસીટીવી છે. બાકીના ગાર્ડનમાં CCTV લગાવવામાં આવ્યા નથી. કેટલાક ગાર્ડનમાં સીસીટીવી મરામત અથવા એક્સચેન્જ માગી રહ્યા છે.
આ ગાર્ડનમાં સીસીટીવી બંધ છે ..
- પ્રહલાદ નગર ગાર્ડન,
- સપ્ત ઋષિ પબ્લિક પાર્ક,
- પાંચા લેક ગાર્ડન
- પાર્થ પબ્લિક ગાર્ડન
- ઔડા ગાર્ડન
- ધ્યાન પબ્લિક પાર્ક
- ઉત્સવ પબ્લિક પાર્ક
- વારાહી પબ્લિક પાર્ક
ગાર્ડન પબ્લિક પ્લેસ છે કે જ્યાં વોકિંગ .. કસરત કરવા તેમજ બાળકોને રમવા માટે લોકો મોટી સંખ્યામાં આવે છે. આવી જગ્યાએ CCTV ના હોય કે બંધ હોય તો કઈ રીતે ચાલે? લોકોનું કહેવું છે કે આ તંત્રની બેદરકારી કહી શકાય. સીસીટીવી હોવા જ જોઈએ અને તે પણ ચાલુ કન્ડિશનમાં હોય તે જરૂરી છે.
આ અંગે તંત્ર કહે છે કે જ્યાં સીસીટીવી નથી તે ગાર્ડનમાં સીસીટીવી માટે ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે અને બંધ સીસીટીવી શરૂ કરવા ખાતાને સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ સ્માર્ટ સિટી બન્યું છે. સ્માર્ટ સિટી અંતર્ગત કેમેરા લગાવવા પણ યોગ દેખરેખનાં અભાવે હાલ ગાર્ડનમાં સીસીટીવી શોભાના ગાંઠિયા બન્યા છે. હવે જોવાનું એ રહે છે કે તંત્રનું સીસીટીવી લગાવવાનું અને મરામત કરવાનું શુભ મુહૂર્ત ક્યારે આવે છે








