Ahmedabad news : લૉ-ગાર્ડન પાસે આવેલી સમર્થ સ્કૂલની 2 વિદ્યાર્થિની ગુમ થઈ જતા ચકચાર, માતા-પિતા અને તંત્રની દોડધામ
Ahmedabad news : અમદાવાદના લૉ-ગાર્ડન ન

Ahmedabad news : અમદાવાદના લૉ-ગાર્ડન નજીક આવેલી સમર્થ સ્કૂલની બે વિદ્યાર્થિનીઓ 22 જુલાઈ, 2025ના રોજ ગુમ થઈ હત. વિદ્યાર્થિનીઓ ઘરે પરત ન ફરતા વાલીઓએ શાળામાં પૂછપરછ કરી હતી. જોકે, વિદ્યાર્થિનીઓ શાળાના પરિસરમાં આવી પાછળના રસ્તે જતી હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું હતું. સમગ્ર મામલે વિદ્યાર્થિનીના વાલીઓએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસ ફરિયાદ નોંધાવ્યાના 48 કલાક બાદ પણ બંને વિદ્યાર્થિનીની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.
બે વિદ્યાર્થિનીઓ ગુમ, 48 કલાકે પણ ભાળ ન મળી
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના લૉ ગાર્ડન પાસેની સમર્થ શિક્ષણ સંકુલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિની બે દિવસ પહેલા શાળાએથી ગુમ થઈ હતી. વિદ્યાર્થિનીના વાલીનું કહેવું છે કે, 'અમે બાળકીઓને સવારે 7:30 આસપાસ શાળાએ મુકીને ગયા હતા. જોકે, આ પછી શાળામાંથી ફોન આવ્યો હતો કે, તમારી દીકરી હજુ શાળાએ આવી નથી.' ત્યારબાદ વિદ્યાર્થિનીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે શાળા અને નજીકના વિસ્તારના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે, ત્યારે વિદ્યાર્થિનીઓ ગુમ થયા બાદ 48 કલાક થઈ હોવા છતાં કોઈ જાણકારી સામે આવી નથી. બીજી તરફ, બાળકીનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હોવાનું વાલીઓએ કહેવું હોવાથી પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.






