Sensex today: વૈશ્વિક સંકેતો અને Q1 પરિણામોથી બજારને ટેકો મળ્યો, સેન્સેક્સ 540 પોઈન્ટ વધ્યો; નિફ્ટી 25219 પર બંધ થયો

Sensex today: વૈશ્વિક બજારોમાંથી સકારાત્મક સંકેતો મળતાં, ભારતીય શેરબજાર બુધવારે (23 જુલાઈ) ઊંચા સ્તરે બંધ થયા. જૂન ક્વાર્ટરના પરિણામો વચ્ચે પસંદગીના શેરોમાં ચાલ, જેમાં બેંકિંગનો પણ સમાવેશ થાય છે, બજારના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર પડી. આ ઉપરાંત, જાપાન સાથે અમેરિકાના વેપાર કરારની જાહેરાતથી અન્ય વેપાર ભાગીદારો સાથે કરારની આશા વધી ગઈ છે.
આજે 30 શેરો વાળા બીએસઇ સેન્સેક્સ 198 પોઈન્ટના વધારા સાથે 82,384 પર ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન, તે 82,786થી 82,279 પોઈન્ટની વચ્ચે રહ્યો. અંતે, તે 539.83 પોઈન્ટ અથવા 0.66 ટકાના વધારા સાથે 82,726.64 પર બંધ થયો.
એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)નો નિફ્ટી-50 પણ આજે 25,139ના વધારા સાથે ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન, તે 25,233 પોઈન્ટની ઊંચી સપાટી અને 25,085 પોઈન્ટની નીચી સપાટીએ પહોંચ્યો. અંતે, તે 159 પોઈન્ટ અથવા 0.63 ટકાના વધારા સાથે 25,219 પર બંધ થયો. નિફ્ટીના 50માંથી 40 શેર લીલા નિશાનમાં બંધ થયા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નિફ્ટીના ઉછાળામાં સૌથી વધુ ફાળો આપ્યો. આ શેર 1 ટકાના વધારા સાથે બંધ થયો.
જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડમાં રીસર્ચ પ્રમુખ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, "નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટરની ટ્રેડિંગ સીઝનની મિશ્ર શરૂઆત છતાં ભારતીય શેરબજારે મજબૂતી દર્શાવી. યુએસ-જાપાન વેપાર સોદા અંગે આશાવાદથી પ્રેરિત સકારાત્મક વૈશ્વિક સંકેતોએ ધારણાને મજબૂત બનાવી છે." વધુમાં, ભારત-યુકે મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની દિશામાં પ્રગતિએ સકારાત્મક દૃષ્ટિકોણને વધુ મજબૂત બનાવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક વ્યાપાર વાટાઘાટોમાં સતત પ્રગતિથી શોર્ટ ટર્મમાં વ્યાપાર તનાવ ઘટવાની અને બજારમાં સ્થિરતા વધવાની અપેક્ષા છે. જોકે, ઊંચા મૂલ્યાંકન ચિંતાનો વિષય છે. પરંતુ બજારની વર્તમાન મજબૂતાઈ ટૂંકા ગાળામાં કમાણીમાં સુધારાની શક્યતા દર્શાવે છે. બજારની ભાવિ દિશા નક્કી કરવામાં આ સુધારાની ગતિ અને સ્થિરતા મહત્વપૂર્ણ રહેશે.
ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ
સેન્સેક્સ કંપનીઓમાં, ટાટા મોટર્સ, ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ અને મારુતિ સુઝુકી સેન્સેક્સમાં સૌથી વધુ વધ્યા હતા. જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને બીઇએલ સૌથી વધુ ઘટેલા શેરોમાં હતા.
બ્રોડર માર્કેટેસમાં નિફ્ટી મીડ કેપ 100 આજે 0.34 ટકાના સુધારા સાથે બંધ રહ્યા હતાં, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ફ્લેટ બંધ રહ્યો હતો. ક્ષેત્રીય મોરચે, નિફ્ટી ઓટો 0.85 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ 0.76 ટકા અને નિફ્ટી મેટલ 0.48 ટકા વધ્યા હતા. બીજી તરફ, નિફ્ટી રિયલ્ટી 2.6 ટકા ઘટ્યો હતો.
નિફ્ટી 50ના ટોપ ગેનર્સની વાત કરવામાં આવે તો આમાં સૌથી ઉપર ટાટા મોટર્સનો શેર રહ્યો અને તેમાં 2.48 ટકાનો વધારો થયો હતો. આ પછી, શ્રીરામ ફાઇનાન્સમાં 2.18 ટકા, ભારતી એરટેલમાં 1.95 ટકા, એપોલો હોસ્પિટલ્સમાં 1.76 ટકા અને બજાજ ફાઇનાન્સમાં 1.66 ટકાનો વધારો જોવા મળ્યો.
નિફ્ટી 50ના ટોપ લૂઝર્સની વાત કરવામાં આવે તો તેમાં સૌથી વધારે નુકસાન ટાટા કન્ઝ્યુમરના શેરને થયું હતું, જે 2.05 ટકા સુધી ઘટી ગયું હતું. આ પછી, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ 1.19 ટકા, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ 0.72 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ્સ 0.65 ટકા અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ 0.5 ટકા ઘટ્યા હતા. આજે નિફ્ટી પર ટાટા કન્ઝ્યુમ સૌથી નબળો સ્ટોક હતો. પરિણામો જાહેર થાય તે પહેલાં શેર 2% ઘટીને બંધ થયો. છેલ્લા સત્રમાં, ઇન્ફોસિસ તીવ્ર ઘટાડા સાથે બંધ થયો અને દિવસના સૌથી નીચા સ્તરે હતો.
ક્યા શેરોમાં જોવા મળી હલચલ?
પરિણામો પછી, એચડીએફસી બેંક અને આઇસીઆઇસીઆઇ બેંકમાં ખરીદી ચાલુ છે. આ બંને શેર રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા છે. નિફ્ટીમાં સૌથી વધુ તેજી ટાટા મોટર્સ, શ્રીરામ ફાઇનાન્સ અને ભારતી એરટેલમાં જોવા મળી. ભારત-યુએસ ટ્રેડ ટેરિફના સમાચાર વચ્ચે ઓટો શેરોમાં ખરીદી જોવા મળી. આ ઇન્ડેક્સ 1% ના વધારા સાથે બંધ થયો.
આજે નિફ્ટી પર ટાટા કન્ઝ્યુમર સૌથી નબળો સ્ટોક હતો. પરિણામો જાહેર થાય તે પહેલાં શેર 2% ઘટીને બંધ થયો. છેલ્લા સત્રમાં, ઇન્ફોસિસ તીવ્ર ઘટાડા સાથે બંધ થયો અને દિવસના સૌથી નીચા સ્તરે હતો. સ્પાઇસજેટ 6 ટકાના વધારા સાથે બંધ થયો. આઇઆરએફસી 3 ટકાના વધારા સાથે બંધ થયો. પરિણામો જાહેર થયા પછી પણ, એસઆરએફમાં નીચલા સ્તરોથી તીવ્ર રિકવરી જોવા મળી. પ્રથમ ક્વાર્ટરના પરિણામો પછી આ શેર 2% ના વધારા સાથે બંધ થયો. 1 ટકા ઇક્વિટીના બ્લોક ડીલ પછી લોઢાનો શેર 7 ટકા ઘટીને બંધ થયો. પરિણામો પછી કોલગેટે પણ નબળાઈ દર્શાવી અને 4 ટકા ઘટીને બંધ થયો. અંદાજ મુજબ, પરિણામો પછી ડિક્સન ટેક્નોલોજીસ 3 ટકા ઘટીને બંધ થયો.
બ્લોક ડીલ પછી ઓબેરોય રિયલ્ટી પણ ઘટાડા સાથે બંધ થયો. એબી રિયલ એસ્ટેટ પણ 6% ઘટીને બંધ થયો. મજબૂત વોલ્યુમને કારણે બોમ્બે ડાઇંગ, એસએમએલ ઇસુઝુ, ગ્રીનપેનલ અને એમઆરપીએલ 8-14%ના વધારા સાથે બંધ થયા.
સેક્ટરલ ઈન્ડેક્સ
જો આપણે સેક્ટરલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો, કેટલાક સેક્ટર એવા હતા જે લાલ રંગમાં બંધ થયા હતા. આમાં નિફ્ટી રિયલ્ટીને સૌથી વધુ નુકસાન સહન કરવું પડ્યું, જેમાં 2.60 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો. આ પછી, નિફ્ટી મીડિયા 0.94 ટકા, નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ 0.52 ટકા અને નિફ્ટી એફએમસીજી 0.52 ટકા ઘટ્યા હતા. સૌથી વધારે ફાયદો નિફ્ટી ઓટોને થયો હતો અને તેમાં 0.85 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ પછી, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ 0.84 ટકા, નિફ્ટી બેંક 0.80 ટકા, નિફ્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર 0.75 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 0.6 ટકા અને નિફ્ટી ફાર્મા 0.49 ટકા વધ્યા.
એશિયન બજારોમાં તેજી
બુધવારે એશિયા-પેસિફિક બજારોમાં મજબૂતી જોવા મળી. જાપાનના નિક્કી ઇન્ડેક્સમાં 2.5% સુધીનો વધારો નોંધાયો. હકીકતમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન સાથે એક મોટા વેપાર કરારની જાહેરાત કરી છે, જેના કારણે રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
ટ્રમ્પે કહ્યું કે આ ડીલ દ્વારા જાપાન અમેરિકામાં 550 બિલિયન ડોલરનું રોકાણ કરશે અને અમેરિકાને તેમાંથી 90 ટકા નફો મળશે. આ ડીલ ઓટોમોબાઈલ, ચોખા અને કૃષિ ઉત્પાદનોના વેપાર માટે માર્ગ ખોલવાની વાત કરે છે. આ સાથે, એવી અપેક્ષા છે કે આનાથી અમેરિકામાં લાખો નોકરીઓનું સર્જન થશે.
બુધવારે સવારે નિક્કી ઇન્ડેક્સ 1.85% વધ્યો હતો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સમાં 1.95%નો વધારો નોંધાયો હતો. ઓસ્ટ્રેલિયાનો ASX 200 ઇન્ડેક્સ 0.55% વધ્યો હતો, જ્યારે કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ લગભગ સ્થિર રહ્યો હતો.
વોલ સ્ટ્રીટની સ્થિતિ
મંગળવારે યુએસ બજારોમાં પણ મિશ્ર વલણ જોવા મળ્યું.S&P 500 ઇન્ડેક્સ 0.06% વધીને 6,309.62 ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 179.37 પોઇન્ટ વધીને 44,502.44 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 0.39% ઘટીને 20,892.69 પર બંધ થયો.

