Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : USA Tariff news: ADB lowers India's growth rate forecast for fiscal year 2026, blames US tariff policy

USA Tariff news: એડીબીએ ભારતના 2026ના નાણાકીય વર્ષના વિકાસ દરનો અંદાજ ઘટાડ્યો, યુએસ ટેરિફ નીતિને દોષી ઠેરવી

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2025
લાઇવ ટીવીGoogle News
USA Tariff news: એડીબીએ ભારતના 2026ના નાણાકીય વર્ષના વિકાસ દરનો અંદાજ ઘટાડ્યો, યુએસ ટેરિફ નીતિને દોષી ઠેરવી
સોર્સ : GSTV

USA Tariff news: એડીબીએ ભારતના 2026ના નાણાકીય વર્ષના વિકાસ દરનો અંદાજ ઘટાડ્યો, યુએસ ટેરિફ નીતિને દોષી ઠેરવીએશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) એ તેના જુલાઈ-2025ના અહેવાલમાં નાણાકીય વર્ષ-2025-26 માટે ભારતનો વિકાસ દરનો અંદાજ ઘટાડીને 6.5 ટકા કર્યો છે, જે અગાઉ 6.7 ટકા હતો. એડીબીએ આ પાછળનું મુખ્ય કારણ યુએસ ટેરિફ નીતિ અને તેની સાથે સંકળાયેલી અનિશ્ચિતતાઓને ગણાવી છે.

App Store

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા બેઝલાઇન ટેરિફ અને તેનાથી ઊભી થયેલી નીતિગત અનિશ્ચિતતા ભારતના નિકાસ અને રોકાણ પ્રવાહને અસર કરી શકે છે. આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે નબળી વૃદ્ધિ પણ ભારતના અર્થતંત્રને અસર કરી શકે છે.

જો કે આ બધા પડકારો હોવા છતાં એડીબીનું કહેવું છે કે, ભારતની અર્થવ્યવસ્થા હજુ પણ મજબૂત બનેલી છે.  ગ્રામીણ માંગમાં સુધારાને કારણે, સ્થાનિક વપરાશમાં સારો વિકાસ જોવા મળી રહ્યો છે. ઉપરાંત, આગામી સમયમાં સેવા અને કૃષિ ક્ષેત્રો વિકાસના મહત્વપૂર્ણ સ્તંભ બનશે. કૃષિ ક્ષેત્રમાં સારા પ્રદર્શનની અપેક્ષા સામાન્યથી ઉપર ચોમાસાની આગાહી પર આધારિત છે.

એડીબીએ એ પણ પુનરોચ્ચાર કર્યો કે ભારત હજુ પણ વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા મોટા અર્થતંત્રોમાંનું એક છે.

એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી)એ તેના જુલાઈ-2025ના અહેવાલમાં નાણાકીય વર્ષ-2025-26 માટે ભારતનો વિકાસ દરનો અંદાજ ઘટાડીને 6.5 ટકા કર્યો છે, જે અગાઉ 6.7 ટકા હતો. એડીબીએ આ પાછળનું મુખ્ય કારણ યુએસ ટેરિફ નીતિ અને તેની સાથે સંકળાયેલી અનિશ્ચિતતાઓને ગણાવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા બેઝલાઇન ટેરિફ અને તેનાથી ઊભી થયેલી નીતિગત અનિશ્ચિતતા ભારતના નિકાસ અને રોકાણ પ્રવાહને અસર કરી શકે છે. આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે નબળી વૃદ્ધિ પણ ભારતના અર્થતંત્રને અસર કરી શકે છે.

એડીબીએ 2025-26ના નાણાકીય વર્ષમાં મોંઘવારી દરનું અનુમાન ઘટાડીને 3.8 ટકા કર્યું છે. સારા કૃષિ ઉત્પાદનને કારણે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં અપેક્ષા કરતાં વધુ ઝડપથી ઘટાડો થવાને કારણે આ સુધારો કરવામાં આવ્યો છે. જોકે, નાણાકીય વર્ષ 2026-27 માટે ફુગાવાના અનુમાનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

તે જ સમયે, એડીબીએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ થોડો ઘટાડીને 6.7 ટકા કર્યો છે, જે અગાઉ એપ્રિલ 2025 માં 6.8 ટકા રહેવાનો અંદાજ હતો.

એડીબીએ જણાવ્યું હતું કે, 2026ના નાણાકીય વર્ષની સરખામણીએ 2027ના નાણાકીય વર્ષમાં વિકાસ દરમાં સુધારો રોકાણમાં તેજીની આશા પર આધારિત છે. જે નીતિ સંબંધિત અનિશ્ચિતતા ઓછી થવાથી શક્ય છે. વધુમાં, રેપો રેટ અને કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં તાજેતરમાં થયેલા ઘટાડાથી નાણાકીય પરિસ્થિતિઓ અનુકૂળ બની છે, જે આર્થિક વિકાસને ટેકો આપશે.