Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : 4 bridges in Chhotaudepur closed, leaving the public in a state of panic, officials missing for 10 days

Chhotaudepur news: છોટાઉદેપુરના 4 બ્રિજ બંધ કરી પ્રજાને રામભરોસે મૂકી અધિકારીઓ 10 દિવસ ગાયબ

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Chhotaudepur news: છોટાઉદેપુરના 4 બ્રિજ બંધ કરી પ્રજાને રામભરોસે મૂકી અધિકારીઓ 10 દિવસ ગાયબ
સોર્સ : GSTV

Chhotaudepur news: છોટાઉદેપુર જિલ્લાના ચાર બ્રિજ નેશનલ હાઈવે 56 વિભાગ તેમજ સ્ટેટ આર એન્ડ બી વિભાગ એ બંધ કરી દીધા પ્રજા ને રામ ભરોસે મૂકી અધિકારીઓ 10 દિવસ થી ગાયબ થઈ ગયા છે.

App Store

બ્રિજની શું સ્થિતિ છે તેની ચકાસણી કે રિપેરિંગ માટે કોઈ કાર્યવાહી કરાઈ નથી  
છોટાઉદેપુર  જિલ્લાનું વેપાર ધંધાનું વડું મથક બોડેલી છે અને સુરત વાપી નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના 600 જેટલા ગામોમાં એસટી બસની સુવિધા બોડેલી બસ ડેપોમાંથી મળતી હતી આ બસ સેવા બંધ કરી દેવામાં આવી છે.

હજારો વિધાર્થીઓ અભ્યાસ માટે બોડેલી આવે છે જ્યારે વૈકલ્પિક વ્યવસ્થાઓ તંત્ર ઊભી કરી નથી હજારો મુસાફરો ખાનગી વાહનો ના સહારે નાના ફોર વ્હીલર વાહનો  બ્રિજ ઉપરથી જવા દેવામાં આવે છે ત્યારે નાની એસટી બસો તાલુકા મથકોને જોડતી શરુ કરવી જોઈએ. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં વેપારનું વડું મથક બોડેલી છે ભારદારી વાહનો બંધ થતા ધંધા  રોજગારને વ્યાપક અસર કરે છે. 

છોટાઉદેપુર જિલ્લાના બોડલી, જબુગામ, પાવી-જેતપુર તાલુકાને તંત્ર દ્વારા રામ ભરોસે મૂકી દેવામાં આવ્યા છે ત્યારે ધારાસભ્ય સાંસદ અને જિલ્લાના અધિકારીઓ પ્રજાના હિત માટે કોઈ કામગીરી કરતા નથી લોકોને જે મુશ્કેલી પડવી હોય તે પડવા દો. એસી ચેમ્બરમાંથી નીકળીને લોકોનાં હિત માટે કામ કરવું નથી તે આના ઉપરથી ફલિત થાય છે.