Sensex today: શેરબજારમાં સારી રિકવરી, સેન્સેક્સ 443 અને નિફ્ટી 122 અંક ઉછળ્યો, આ સ્ટોક્સમાં જોવા મળી તેજી

Sensex today: આજે અઠવાડિયાના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર સારા વધારાની સાથે બંધ થયું હતું. સોમવાર 21 જુલાઈએ બીએસઈ સેન્સેક્સ 442.61 અંક (0.54%)ના વધારાની સાથે 82,200.34 અંકો પર બંધ થયું. આ રીતે આજે એનએસઈનો નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 82,200.34 અંકો (0.49%)ની તેજી સાથે 25,090.70 અંકો પર બંધ થયું. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે શુક્રવારે બજાર મોટા ઘટાડાની સાથે કારોબાર બંધ થયો હતો. શુક્રવારે સેન્સેક્સ 501.51 અંક 0.6 ટકા તૂટીને 81,757.73 અંકો પર નિફ્ટી 143.05 અંકે 0.57 ટકા ઘટીને 24,968.40 પર બંધ થયો હતો.
ઈટરનલના શેરમાં તોફાની વધારો
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 18 કંપનીઓ વધારા સાથે ગ્રીન નિશાનમાં બંધ થઈ હતી અને બાકીની 12 કંપનીઓ નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થઈ હતી. એ જ રીતે, નિફ્ટીની 50 કંપનીઓમાંથી 28 કંપનીઓ વધારા સાથે લીલા નિશાનમાં બંધ થઈ હતી અને 21 કંપનીઓ નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થઈ હતી, જ્યારે એક કંપનીનો શેર આજે કોઈ ફેરફાર વિના બંધ થયો હતો. આજે, સેન્સેક્સની કંપનીઓમાં, ઈટરનલના શેર સૌથી વધુ 5.38 ટકાના વધારા સાથે બંધ થયા હતા, જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર આજે સૌથી વધુ 3.29 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
ICICI બેંક, HDFC બેંકમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો
આ ઉપરાંત, આજે સેન્સેક્સની અન્ય કંપનીઓમાં, ICICI બેંકના શેર 2.76 ટકા, HDFC બેંક 2.19 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.75 ટકા, BEL 1.37 ટકા, કોટક મહિન્દ્રા બેંક 1.14 ટકા, બજાજ ફિનસર્વ 1.06 ટકા, ટાટા મોટર્સ 1.05 ટકા, L&T 1.05 ટકા, પાવર ગ્રીડ 1.04 ટકા, ટાઇટન 0.86 ટકા, બજાજ ફાઇનાન્સ 0.75 ટકા, અદાણી પોર્ટ્સ 0.53 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.49 ટકા, ભારતી એરટેલ 0.41 ટકા, ટાટા સ્ટીલ 0.28 ટકા, એક્સિસ બેંક 0.19 ટકા અને ટ્રેન્ટના શેર 0.08 ટકાના વધારા સાથે બંધ થયા.
HCL, TCS સહિત આ શેરોમાં ઘટાડો થયો
બીજી તરફ, આજે HCL ટેકના શેરમાં 1.21 ટકા, TCS 0.99 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.97 ટકા, ITC 0.59 ટકા, મારુતિ સુઝુકી 0.36 ટકા, ટેક મહિન્દ્રા 0.31 ટકા, NTPC 0.16 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.12 ટકા, ઇન્ફોસિસ 0.12 ટકા, સન ફાર્મા 0.04 ટકા અને SBIના શેરમાં 0.02 ટકાનો ઘટાડો થયો હતો.

