Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : A youth from Jafrabad died, 1 injured in an accident between a car and a bike at Amreli intersection

Amreli news: અમરેલી ચોકડી પર કાર-બાઈક વચ્ચે અકસ્માતમાં જાફરાબાદના યુવકનું મોત, 1 ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Amreli news: અમરેલી ચોકડી પર કાર-બાઈક વચ્ચે અકસ્માતમાં જાફરાબાદના યુવકનું મોત, 1 ઈજાગ્રસ્ત
સોર્સ : gstv

Amreli news: સવારકુંડલા-અમરેલી ચોકડી રોડ પર આજે સવારે બોલેરો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક સવાર એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

App Store

પ્રાથમિક માહિતી અનુસાર, જાફરાબાદના મીતિયાળા ગામના રાજુભાઈ ગુણાભાઈ સોલંકી (રહે. મીતીયાળા, તા. જાફરાબાદ) અને અન્ય એક વ્યક્તિ બાઈક પર જાફરાબાદથી અમરેલી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી એક બોલેરો ગાડી સાથે તેમનો અકસ્માત થયો હતો. બોલેરો ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા રાજુભાઈ ગુણાભાઈ સોલંકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે મૃતક રાજુભાઈ સોલંકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે ખાંભા પોલીસે જાણ થતા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.