Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Strange news: A man died after getting trapped in an MRI machine due to a small mistake in America

Strange news: અમેરિકામાં એક નાનકડી ભૂલને લીધે MRI મશીનમાં ફસાઈ જતા શખ્સનું મોત થયું

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Strange news: અમેરિકામાં એક નાનકડી ભૂલને લીધે MRI મશીનમાં ફસાઈ જતા શખ્સનું મોત થયું
સોર્સ : gstv

Strange news: અમેરિકાના લોંગ આઈલેન્ડના એક વ્યકિતનું MRI  મશીનમાં ખેંચાઈ જતા કમકમાટીભર્યું મોત થયું હતું. આ ઘટના ખૂબ ચર્ચામાં છે કે, કઈ રીતે એક નાની બેદરકારીથી એક શખ્સ MRI  મશીનની અંદર જઈને ફસાઈ ગયો અને ત્યાં તેનું મોત થયું. મળતી માહિતી અનુસાર, 61 વર્ષીય કીથ મેકએલિસ્ટર વેસ્ટબરીમાં એક ઓપન MRI મશીનની અંદર ફસાઈ ગયો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો અને ફરી ઘણીવાર હાર્ટએટેક આવતા તેનું મોત નિપજયું. આ ત્યારે થયું જ્યારે તે મેટલની ચેઈન પહેરીને MRIની નજીક પહોંચી ગયો હતો.

App Store

વ્યકિત તેની પત્નીનો MRI કરાવવા આવ્યો હતો

કીથની પત્ની એડ્રિયન જોન્સ-મેકએલિસ્ટરે કહ્યું કે તે તેના ઘૂંટણનો MRI કરાવવા ગઈ હતી. MRI કરાવ્યા પછી, તેણે ટેક્નિશિયનને વિનંતી કરી કે તે તેના પતિને અંદર મોકલે. તે તેને ટેબલ પરથી નીચે ઉતરવામાં મદદ કરશે.

જાડી મેટલની ચેઈન પહેરીને MRI રૂમમાં એન્ટ્રી કરી

જ્યારે મેકએલિસ્ટર સ્કેનિંગ રૂમમાં પ્રવેશ્યો, ત્યારે તેના ગળામાં 20 પાઉન્ડની ધાતુની ચેઈન હતી. તેની પત્નીએ કહ્યું કે તે તેનો ઉપયોગ વજન ટ્રેનિંગ માટે કરે છે. રૂમમાં પ્રવેશ્યા પછી તરત જ, MRI મશીનના શક્તિશાળી ચુંબકે તેને અચાનક અંદર ખેંચી લીધો. એવું લાગ્યું કે મશીન તેને ગળી ગયું છે.

રૂમમાં ઘુસતા શખ્સને મશીને અંદર ખેંચી લીધો
મૃતક શખ્સની પત્નીએ જણાવ્યું કે,  જોન્સ મેકએલિસ્ટરને ટેબલ તરફ આવતા જોયો અને મશીને તેની અંદર ખેંચી લીધો. ત્યારબાદ તેના હાથમાં તેના પતિનું માત્ર પ્રાણપંખેરું ઉડેલી હાલતમાં મળ્યો હતો. તેને આરોપ મૂક્યો કે, તેનો પતિને રૂમની અંદર આવવા મંજૂરી કઈ રીતે આપી દીધી, જ્યારે તેના ગળામાં ચેઈન દેખાઈ રહી હતી.  

MRI મશીનમાં ફસાઈ ગયા બાદ ઘણા હાર્ટએટેક આવ્યા
મળતી માહિતી અનુસાર, મૃતક મેકએલિસ્ટરને ઘણીવાર હાર્ટએટેક આવ્યા અને બાદમાં તેનું મોત થઈ ગયું મેકએલિસ્ટરની સાવકી દીકરી સામંથા બોડેને પણ પોતાના માતાની ભાવનાઓને જણાવતા કહ્યું કે, સાવકા પિતાના અકાળે અવસાત માટે ટેક્નિશિયનનો દોષિત ઠેરવ્યો હતો. 

પોલીસના જણાવ્યા પ્રમાણે મેકએલિસ્ટર એ સમયે એમઆરઆઈ રૂમમાં દાખલ થયો જ્યારે સ્કેનિંગ ચાલી રહ્યું હતું. ત્યારે મશીનનું મજબૂત ચુંબકીય બળે તેને ખભાના ચારે બાજુ રહેલી મેટલની ચેઈનને મશીને પોતાની તરફ અંદર ખેંચી લીધો હતો.
  
ટેક્નિશિયન પર પરિવારે આરોપ મૂક્યો
બોડેને શુક્રવારે ફેસબુક પર લખ્યું કે, જ્યારે મારા માતા ટેબલ પર સૂઈ રહી હતી, ત્યારે ટેક્નિશિયને તેના પતિને ટેબલથી ઉતારવા રૂમની અંદર લઈને ચાલ્યો, પરંતુ તે એવું કહેવું ભૂલી ગયો કે તેને પોતાના ગળામાંથી ચેઈન ઉતારી લેવી જોઈએ. કારણ કે, એમઆરઆઈ મશીનનું ચુંબક તેને અંદર ખેંચી લઈ શકે છે.