Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Teacher molests student at Vedanta International School in Isanpur

Ahmedabad news: ઈસનપુરની વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે છેડતી

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ઈસનપુરની વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે છેડતી
સોર્સ : gstv

Ahmedabad news: ફરી એકવાર શિક્ષણ જગતને કલંક લગાડનારી ઘટના બની છે. આ વખતે અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારની વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલમાં બની છે. જેમાં પંકજ ગીરી નામના શિક્ષકે વિદ્યાર્થિની સાથે છેડતી કરી ગુરુ શિષ્યાના સંબંધને કાળી ટીલી લગાડી છે. આ લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીને બોલાવી ટયૂશન આવીશ તો પાસ કરવાની લાલચ પણ આપી હોવાનો શિક્ષક સામે વિદ્યાર્થિનીનો આરોપ છે. 

App Store

મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં ઈસનપુરમાં આવેલી વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થિની સાથે છેડતી થવાની ઘટનાથી ભારે ચકચાર મચી છે.   પંકજ ગીરી નામના શિક્ષકે વિદ્યાર્થિની છેડતી કરી છે. આ ઘટના બાદ સૌ શિક્ષક સામે પસ્તાળ પાડી રહ્યા છે. આ લંપટ શિક્ષક પંકજ ગીરીએ ટયૂશન આવીશ તો પાસ કરવાની લાલચ પણ આપી હતી. ભોગ બનનાર વિદ્યાર્થિની સાથે શિક્ષકે શારીરિક અડપલાં પણ કર્યા હોવાનો આરોપ મૂક્યો હતો. જે અંગે ઈસનપુર પોલીસે આ લંપટ શિક્ષક સામે પોક્સો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી જેલભેગો કર્યો છે.