Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Indian Forex Reserves: Changes in the country's foreign exchange, know the new figures

Indian Forex Reserves: દેશના વિદેશી હૂંડિયામણમાં થયો ફેરફાર, જાણો નવા આંકડા

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Indian Forex Reserves: દેશના વિદેશી હૂંડિયામણમાં થયો ફેરફાર, જાણો નવા આંકડા
સોર્સ : gstv

Indian Forex Reserves: દેશની મોટી આરબીઆઈ દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં જણાવ્યું કે, દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર 3.064 અબજ ડોલરથી ઘટીને 696.672 અબજ ડોલર પર આવી ગયું છે. આ ઘટાડો 11 જુલાઈના રોજ સમાપ્ત થતા અઠવાડિયા દરમ્યાન નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર, આનાથી ગત સપ્તાહ ભારતની કુલ વિદેશી હૂંડિયામણ અનામત 3.049 અબજ ડોલરથી ઘટીને 699.736 અબજ ડોલર પર આવી ગયું હતું. ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર સપ્ટેમ્બર-2024ના છેલ્લા સપ્તાહમાં 704.885 અબજ ડોલરની સાથે અત્યાર સુધીના સૌથી મોટા સ્તરે પર પહોંચ્યો હતો.

App Store

સ્થાનિક ચલણ સંપત્તિમાં સૌથી મોટો ઘટાડો

આરબીઆઈના જણાવ્યા અનુસાર, કુલ અનામતનો મોટો ભાગ બનાવતી વિદેશી ચલણ સંપત્તિ 11 જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 2.477 અબજ ડોલર ઘટીને 588.81 અબજ ડોલર થઈ ગઈ છે. ડોલર મૂલ્યમાં દર્શાવવામાં આવેલી આ સંપત્તિઓમાં યુરો, પાઉન્ડ, યેન જેવી બિન-અમેરિકન ચલણોના મૂલ્યમાં વધઘટની અસર પણ શામેલ છે. આ સપ્તાહે સોનાનો ભંડાર 498 મિલિયન ડોલર ઘટીને 84.348 અબજ ડોલર થયો છે.  

સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDRs) 66 મિલિયન ડોલર ઘટીને 18.802 બિલિયન ડોલર થયા. ટોચની બેંકના ડેટા અનુસાર, IMF પાસે ભારતની રિઝર્વ પોઝિશન 24 મિલિયન ડોલર ઘટીને 4.711 બિલિયન ડોલર થઈ ગઈ.

વિદેશી હૂંડિયામણ શું છે? 
વિદેશી હૂંડિયામણ અનામતએ દેશની મધ્યસ્થ બેંક (ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા) દ્વારા રાખવામાં આવતી વિદેશી હૂંડિયામણ, સોનું અને અન્ય અનામત સંપત્તિનો સંગ્રહ છે. આ અનામતનો ઉપયોગ મુખ્યત્વે દેશના ચુકવણી સંતુલનને સંતુલિત કરવા, તેના ચલણના વિનિમય દરને પ્રભાવિત કરવા અને નાણાકીય બજારોમાં વિશ્વાસ જાળવવા માટે થાય છે. કેન્દ્રીય બેંક તેના ચલણના વિનિમય દરને સ્થિર કરવા માટે વિદેશી હૂંડિયામણ અનામતનો ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો રૂપિયાનું મૂલ્ય ઘટી રહ્યું હોય, તો RBI ડોલર વેચીને અને રૂપિયા ખરીદીને રૂપિયાને મજબૂત બનાવી શકે છે.