Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Indonesia Ferry Fire: Terrible fire on ship at sea in Indonesia, people jumped into the water to save their lives

Indonesia Ferry Fire: ઈન્ડોનેશિયામાં દરિયાની વચ્ચે જહાજમાં ભયંકર આગ, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદી પડયાં

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Indonesia Ferry Fire: ઈન્ડોનેશિયામાં દરિયાની વચ્ચે જહાજમાં ભયંકર આગ, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદી પડયાં
સોર્સ : google

Indonesia Ferry Fire:  ઈન્ડોનેશિયાના સમુદ્રમાં રવિવારે બપોરે એક હૃદયદ્રાવક દુર્ઘટના બની હતી. ‘KM Barcelona VA’  નામના જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જે સમયે આ ઘટના બની ત્યારે જહાજમાં 280 થી વધુ મુસાફરો સવાર  હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે સમુદ્રમાં કૂદી જવું પડવું હતું. આ ઘટના ઉત્તર સુલાવેસી નજીક બપોરે 1:30 વાગ્યે બની હતી.

App Store

હાલમાં આ ભયાનક દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો ગભરાઈ છે. જેમાં કેટલાક બાળકો અને મહિલાઓ પણ છે, જેઓ લાઈફ જેકેટ પહેરીને સમુદ્રમાં કૂદતા જોવા મળી રહ્યા છે. ઘણા મુસાફરો ચીસો પાડતા જોવા મળી રહ્યા હતા, જ્યારે કેટલાક સ્ટાફ સભ્યો લોકોને લાઈફ જેકેટ પહેરવામાં મદદ કરી રહ્યા હતા.

રાખમાં ફેરવાઈ ગયું જહાજ, 18 ઘાયલ
ભીષણ આગને કારણે એક સમયે વાદળી અને સફેદ દેખાતી આ ફેરી થોડીજ વારમાં રાખ બની ગઈ હતી. જહાજનો ઉપરનું માળખું આગમાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધીમાં 18 લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ થઈ છે, જોકે કેટલાક લોકો હજુ પણ ગુમ થયા હોવાના સમાચાર મળ્યા છે. 

રાહત બચાવ કામગીરી ચાલી રહી 
મળતી માહિતી પ્રમાણે બચાવ ટીમ સતત બચાવ કામગીરીમાં જોડાયેલી છે. KM Barcelona III,KM Venecian અને KM Cantika Lestari 9F નામના ત્રણ મોટા જહાજોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આ સાથે સ્થાનિક માછીમારો અને લોકોએ પણ પોતાની બોટ સાથે બચાવ કામગીરી શરૂ કરી હતી. 

આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, લોકો એક પછી એક સમુદ્રમાં કેવી રીતે કૂદી રહ્યા છે. એક બચાવી લેવાયેલા મુસાફર પણ સળગતી ફેરીને જોઈને ભાવુક થતો જોવા મળ્યો હતો. વીડિયોમાં જોઈને અંદાજ લગાવી શકાય છે કે, આગ કેટલી ભયાનક છે.