મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભ્રષ્ટ તંત્રથી પ્રજા ત્રસ્ત: 21 વિભાગમાં ભ્રષ્ટાચારની 12 હજારથી વધુ ફરિયાદ, માત્ર 39 ટકાને સજા

યુનાઈટેડ નેશન્સ દ્વારા 9 ડિસેમ્બરની ઉજવણી ઈન્ટરનેશનલ એન્ટિ કરપ્શન ડે તરીકે કરવામાં આવે છે.

ભ્રષ્ટ તંત્રથી પ્રજા ત્રસ્ત: 21 વિભાગમાં ભ્રષ્ટાચારની 12 હજારથી વધુ ફરિયાદ, માત્ર 39 ટકાને સજા

યુનાઈટેડ નેશન્સ દ્વારા 9 ડિસેમ્બરની ઉજવણી ઈન્ટરનેશનલ એન્ટિ કરપ્શન ડે તરીકે કરવામાં આવે છે. ભ્રષ્ટાચારની વ્યાખ્યા કરવી હોય તો એમ કહી શકાય કે નૈતિક્તાની નાદારી નોંધાવે અને પોતાની જાતને વેચવી એટલે ભ્રષ્ટાચાર. એનસીઆરબીના અહેવાલ  અનુસાર ગુજરાતમાં વર્ષ 2022માં 160 અધિકારીઓ છટકામાં ઝડપાયા છે. પાંચ અધિકારીઓ સામે અપ્રમાણસર મિલકત હોવાનું સામે આવ્યું હતું.

ગુજરાતમાં વર્ષ 2022માં 160 અધિકારીઓ છટકામાં ઝડપાયા

ગુજરાત વિધાનસભાના સત્રમાં રજૂ થયેલા તકેદારી આયોગના રિપોર્ટ પ્રમાણે આયોગે વિભાગોના 295 અધિકારી અને કર્મચારી સામે શિસ્ત અને અપીલ નિયમો હેઠળ ભારે શિક્ષા કરવાની કાર્યવાહી કરવા તેમજ 54 અધિકારી સામે નાની શિક્ષાની કાર્યવાહી કરવા સૂચવ્યું છે.

પેન્શનકાપ માટે 44 અન 65 સામે અન્ય કાર્યવાહી કરવાની ભલામણ 

એ ઉપરાંત પેન્શનકાપ માટે 44 અન 65 સામે અન્ય કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે. એવી જ રીતે જાહેર સાહસોમાં 96 સામે ભારે શિક્ષા, પાંચને નાની શિક્ષા એક સામે પેન્શનકાપ અને 40 સામે અન્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. આમ કુલ 1548 અધિકારી અને કર્મચારી સામે શિસ્તભંગના પગલાં લેવાની ભલામણો સરકારને કરવામાં આવી છે.

કચેરીઓ, બોર્ડ-નિગમ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર

સરકારના વિભાગોની કચેરીઓ, બોર્ડ-નિગમ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવી 12608 પૈકી પ્રાથમિક તપાસ માટે 578 ફરિયાદો જે તે સરકારી વિભાગોમાં મોકલવામાં આવી છે. 678માં જરૂરી કાર્યવાહી કરવાની  થાય છે. 8378 એવી ફરિયાદો મળી  છે કે જેમાં તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામની માંગ કરવામાં આવી હોય છે તેવી અરજીની સંખ્યા 225 પર પહોંચી છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં 12 લોકોની હત્યાની કબુલાત કરનાર ભૂવાનું મોત, દારૂમાં સોડિયમ નાઇટ્રેટ ભેળવી કરતો હતો મર્ડર

વર્ષ 2021માં પોલીસ દ્વારા ભ્રષ્ટાચારની તપાસના કુલ 434 કેસ પેન્ડિંગ હતા અને તેમાં વર્ષ 2022માં 176નો ઉમેરો થયો છે. એક કેસને અન્ય રાજ્ય કે એજન્સીને ટ્રાન્સફર કરાયો હતો, જ્યારે પાંચ કેસ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા હતા. માત્ર 22 કેસમાં અંતિમ અહેવાલ રજૂ કરાયો છે, જ્યારે 300 કેસમાં ચાર્જશીટ દાખલ થયેલી છે. આમ વર્ષ 2022ના અંતે 282 કેસ પેન્ડિંગ હતા. વર્ષ 2022માં કોર્ટ એન્ટિ કરપ્શન, વિજિલન્સ અને લોકાયુક્ત હેઠળના 1880 કેસ પેન્ડિંગ વર્ષ 2021ના અંતે પેન્ડિંગ હતા. વર્ષ 2022ના અંતે કોર્ટમાં ભ્રષ્ટાચારના 95 ટકા કેસ પેન્ડિંગ હતા, જ્યારે માત્ર 39 ટકા જ દોષિત પુરવાર થયા હતા.

આ સમાચાર શેર કરો