કડી- વિસાવદરના ધારાસભ્યોએ લીધા પદના શપથ

ગુજરાત વિધાનસભાની બે બેઠકો માટે 19 જૂને પેટાચૂંટણી યોજાઈ હતી. કડીમાં ભાજપની જીત થઈ અને વિસાવદરમાં આપ પાર્ટીની જીત થઈ હતી. ત્યારે જીતેલા બંને ધારાસભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા. વિધાનસભાના અધ્યક્ષ બંને ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા.
વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાની જીત
વિધાનસબાની પેટા ચૂંટણીમાં વિસાવદરની બેઠક પરથી આપ પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની દમદાર જીત થઈ હતી. તેમને 75,942 મત મળ્યા હતા, અને 17,554 મતની દમદાર લીડ મેળવી હતી. ગોપાલ ઈટાલિયાએ ભાજપના ઉમેદવારને દમદાર રીતે હરાવ્યા હતા.
કડીમાં ભાજપનો વિજય
કડી બેઠક પરથી ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડા વિજેતા થયા હતા. કડી વિધાનસભાની બેઠકમાં ભાજપની દમદાર જીત થઈ હતી. ભાજપના રાજેન્દ્ર ચાવડાને 99,742 મત મળ્યા હતા. કોંગ્રેસના રમેશ ચાવડાને 60,290 મત અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને 3090 મત મળ્યા હતા. જ્યારે નોટામાં 1701 મત પડ્યા હતા.
કડી અને વિસાવદરની બેઠક કેમ ખાલી થઈ હતી બેઠક?
કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ સિવાય વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યે રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતાં, જેના કારણે વિસાવદર બેઠક ખાલી થઈ હતી.

