Gujarat news: 3 વાગ્યા સુધી નડિયાદ મહાનગરપાલિકામાં 41 ટકા સુધીનું મતદાન તો પોરબંદરમાં ફક્ત 24 ટકા જ મતદાન

આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ સેમિફાઈનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઇ ગયું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન થઇ રહ્યું છે. રાજ્યમાં સવારના 9 વાગ્યા સુધીમાં સરેરાશ 5% જેટલું ધીમું પણ સ્થિર મતદાન નોંધાયું છે. જેમાં 15 મહાનગરપાલિકાઓમાં 4%, 84 નગરપાલિકાઓમાં 6.50%, 34 જિલ્લા પંચાયતોમાં 4% અને 260 તાલુકા પંચાયતોમાં 5% સરેરાશ મતદાન થયું છે. વહેલી સવારથી જ મતદારોમાં લોકશાહીના પર્વને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
બપોરે 3 વાગ્યા સુધીની મહાનગરપાલિકાઓમાં મતદાનની ટકાવારી
| મહાનગરપાલિકાનું નામ | મતદાનની ટકાવારી (%) |
| નડીયાદ | 41.57% |
| મોરબી | 39.80% |
| નવસારી | 39.58% |
| વાપી | 39.00% |
| કરમસદ-આણંદ | 38.75% |
| મહેસાણા | 37.71% |
| સુરત | 33.23% |
| સુરેન્દ્રનગર | 31.37% |
| ભાવનગર | 31.29% |
| વડોદરા | 30.62% |
| રાજકોટ | 30.22% |
| જામનગર | 29.60% |
| અમદાવાદ | 29.23% |
| ગાંધીધામ | 25.52% |
| પોરબંદર | 24.37% |
મનપામાં મતદાનના 1 વાગ્યા સુધીના આંકડા : સૌથી વધુ મોરબી તો સૌથી ઓછું પોરબંદરમાં મતદાન
| મહાનગરપાલિકાનું નામ | મતદાનની ટકાવારી (%) |
| મોરબી | 39.80% |
| નવસારી | 39.58% |
| વાપી | 39.00% |
| નડીયાદ | 38.62% |
| મહેસાણા | 37.71% |
| કરમસદ-આણંદ | 32.92% |
| સુરત | 32.32% |
| સુરેન્દ્રનગર | 31.37% |
| ભાવનગર | 31.29% |
| વડોદરા | 30.60% |
| રાજકોટ | 30.22% |
| જામનગર | 29.94% |
| અમદાવાદ | 26.05% |
| ગાંધીધામ | 25.52% |
| પોરબંદર | 24.37% |
અમદાવાદમાં અત્યાર સુધી સૌથી ઓછું 12.01% મતદાન, જુઓ મહાનગરપાલિકાઓના આંકડા
11 વાગ્યા સુધીના આંકડા અનુસાર અમદાવાદમાં અત્યાર સુધી સૌથી ઓછું 12.01% મતદાન નોંધાયું છે. જ્યારે મોરબીમાં સૌથી વધુ 25.16% મતદાન નોંધાયું છે.
| મહાનગરપાલિકાનું નામ | મતદાનની ટકાવારી (%) |
| મોરબી | 25.16% |
| મહેસાણા | 24.38% |
| નડીયાદ | 23.41% |
| નવસારી | 23.29% |
| વાપી | 23.28% |
| કરમસદ-આણંદ | 22.47% |
| ભાવનગર | 18.13% |
| વડોદરા | 17.85% |
| રાજકોટ | 16.28% |
| સુરત | 15.95% |
| સુરેન્દ્રનગર | 15.36% |
| ગાંધીધામ | 14.91% |
| જામનગર | 14.57% |
| પોરબંદર | 14.39% |
| અમદાવાદ | 12.01% |
9 વાગ્યા સુધીમાં 9 ટકા મતદાન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને બે કલાક પૂર્ણ થયા હતા. 2 કલાકમાં 15 મનપા માટે 7 ટકા, 84 નપા માટે 9 ટકા. 34 જિલ્લા પંચાયત માટે 9 ટકા, 260 તાલુકા પંચાયત માટે 9 ટકા મતદાન થયું હતું.
1 કલાકમાં સરેરાશ 5% મતદાન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયાને એક કલાક પૂર્ણ થતાં આંકડા પણ સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધી ઘણી બેઠકો એવી રહી છે જ્યાં મતદાન લગભગ એક કલાક થયા છતાં શરૂ નથી થયું કેમ કે ઈવીએમમાં ગરબડ થઈ ગઇ હતી. જોકે સરેરાશ બેઠકોની વાત કરીએ તો અત્યાર સુધીમાં 5% જેટલું મતદાન નોંધાયું છે.
4.02 કરોડ મતદારો 2551 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
આ ચૂંટણીમાં 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોનો પાયો નખાઈ જશે તેવું મનાય છે. પાલિકા પંચાયતની કુલ 9268 બેઠકો પર 2551 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. ત્યારે જનપ્રતિનિધિને ચૂંટવા માટે કુલ 4.02 કરોડ મતદારો તેમના અધિકારનો ઉપયોગ કરશે.
સુરતમાં પણ ઈવીએમ બગડ્યું
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન વોર્ડ નંબર 21ના બુથ નંબર 88 પર ટેકનિકલ ખામીને કારણે EVM મશીન અચાનક બંધ પડી ગયું હતું. મશીન ખોટકાવવાને લીધે વહેલી સવારથી ઉત્સાહભેર આવેલા મતદારોને થોડો સમય હાલાકી ભોગવવી પડી હતી અને મતદાન પ્રક્રિયા અટકી ગઈ હતી. જોકે, ઘટનાની જાણ થતા જ ચૂંટણી તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા અને અન્ય EVM મશીનની વૈકલ્પિક વ્યવસ્થા કરી મતદાન પ્રક્રિયા ફરીથી સુચારુ રીતે શરૂ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.
વડોદરામાં ઈવીએમ ખોટકાયું
મળતી માહિતી અનુસાર વડોદરાના માંજલપુરમાં અંબે સ્કૂલમાં મતદાન મથકે ઈવીએમ ખોટકાતા અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. મતદારો અકળાયા હતા.
બનાસકાંઠાના અમીર ગઢમાં ઈવીએમમાં ગરબડ
બનાસકાંઠાના અમીર ગઢમાં પણ ઈવીએમમાં ગરબડના અહેવાલ આવતા મતદારો રોષે ભરાયા હતા.

