મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીગ્રામ-પ્રયાગરાજ સ્પેશિયલ હવે સાબરમતીથી દોડશે, ટ્રેનનો નંબર પણ બદલાયો, જાણો કારણ

ગાંધીગ્રામ સ્ટેશન પર પ્લેટફોર્મની મર્યાદાને કારણે પશ્ચિમ રેલવે

ગાંધીગ્રામ-પ્રયાગરાજ સ્પેશિયલ હવે સાબરમતીથી દોડશે, ટ્રેનનો નંબર પણ બદલાયો, જાણો કારણ
આ સમાચાર સાંભળો

ગાંધીગ્રામ સ્ટેશન પર પ્લેટફોર્મની મર્યાદાને કારણે પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીગ્રામ-પ્રયાગરાજ–ગાંધીગ્રામ બાય-વીકલી સ્પેશિયલ ટ્રેનનું ટર્મિનલ બદલવામાં આવ્યું છે. હવે આ ટ્રેન ગાંધીગ્રામના બદલે સાબરમતી સ્ટેશનથી દોડશે. ટ્રેનના સમયમાં અને મહેસાણા તથા ફતેહપુર વચ્ચેના સ્ટોપેજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અગાઉ આ સેવા 04112 ગાંધીગ્રામ–પ્રયાગરાજ અને 04111 પ્રયાગરાજ–ગાંધીગ્રામ તરીકે દોડતી હતી. હવે ટર્મિનલ બદલાતા તેના નંબર પણ 04180 અને 04179 કરવામાં આવ્યા છે.

ટ્રેન નંબર અને સમય

• 04180 સાબરમતી–પ્રયાગરાજ સ્પેશિયલ 4 ઓક્ટોબરથી 29 નવેમ્બર 2026 સુધી દોડશે. સાબરમતીથી સાંજે 5.45 વાગ્યે ઉપડી બીજા દિવસે રાત્રે 8 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે.

• 04179 પ્રયાગરાજ–સાબરમતી સ્પેશિયલ 3 ઓક્ટોબરથી 28 નવેમ્બર 2026 સુધી દોડશે. પ્રયાગરાજથી સાંજે 4 વાગ્યે ઉપડી બીજા દિવસે બપોરે 3.40 વાગ્યે સાબરમતી પહોંચશે.

19મી સપ્ટેમ્બરથી બુકિંગ શરૂ

ટ્રેન નંબર 04180નું બુકિંગ 19 સપ્ટેમ્બર 2026થી તમામ પીઆરએસ કાઉન્ટર તેમજ IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટર્મિનલ બદલવા છતાં ટ્રેનના અન્ય નિર્ધારિત સમય અને સ્ટોપેજમાં ફેરફાર નહીં થાય. 

આ સમાચાર શેર કરો