મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

માંગરોળના બોરિયામાં પ્રેમીએ હત્યા કર્યા બાદ યુવતીના અંતિમસંસ્કાર, લોકોએ આરોપીને ફાંસી સજા આપવા કરી માગ

સુરતના માંગરોળમાં યુવતીની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યા તેના પ્રેમીએ કરી હોવાનું સામે આ

માંગરોળના બોરિયામાં પ્રેમીએ હત્યા કર્યા બાદ યુવતીના અંતિમસંસ્કાર, લોકોએ આરોપીને ફાંસી સજા આપવા કરી માગ

સુરતના માંગરોળમાં યુવતીની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યા તેના પ્રેમીએ કરી હોવાનું સામે આવ્યું હતું. યુવક પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે આજે મૃતકની અંતિમ યાત્રા માંગરોળાના બોરિયા ગામે નીકળી હતી. ત્યારબાદ તેણીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. ત્યારે મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ ન્યાયની માગ કરતાં આરોપીને ફાંસીને સજા થાય તેવી ઉગ્ર માગ કરી હતી.પરિવાર અને સમાજના આગેવાને કેસનો ફાસ્ટટ્રેકમાં ચલાવી આરોપીને ફાંસીની સજા કરવાની માગ કરી છે.

બોરિયા ગામમાં યુવતીના અંતિમસંસ્કાર

માંગરોળના બોરિયા ગામે મૃતકની અંતિમયાત્રા નીકળી હતી. અહીં મોટી સંખ્યામાં આજુબાજુ વિસ્તારના લોકો અંતિમયાત્રામાં જોડાયા હતાં. અહીં આદિવાસી સમાજના આગેવાન અનિલ ચૌધરીએ જણાવ્યુ હતું કે, આ ઘટનાને સરકાર અને પોલીસે ગંભીરતાથી લેવી જોઈએ. યુવતીની હત્યા કરનારા યુવકને ફાંસીની સજા થઈ જોઈએ. અમારો સમાજ એવી અપેક્ષા રાખી રહ્યો છે કે, યુવતીનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા આવે. ઉલ્લેખનીય છે કે, ઘટનાને પગલે આજે વાંકલ ગામ સંપૂર્ણ બંધ રહ્યું હતું.

મારી બેનને ન્યાય મળે

આ મામલે તેજસ્વીના ભાઈએ જણાવ્યું હતું કે, મારા પિતાએ આવીને કહ્યું કે મારી બહેનનો કોઈ અકસ્માત થયો છે. હું અને મારા પિતા ઘટનાસ્થળે ગયા હતા. જ્યાંથી જાણ થઈ હતી કે, તેને સરકારી દવાખાને લઈ જવામાં આવી છે. ત્યાં જઈને જોતા મારી બેનનું ગળું કપાયેલી હાલતમાં હતું અને શરીરમાં બીજા ઘા મારેલા હતા. મારી બહેન સાથે જે થયું તેને લઈને તે છોકરાને ફાંસીની સજા થવી જોઈએ, જેથી આવો બનાવ બીજીવાર ન બને. આદિવાસી જ નહીં, તમામ વિસ્તારમાં છોકરીઓ સાથે આવું બની રહ્યું છે, તો તે બંધ થાય તે માટે ઉદાહરણ રૂપે સરકારને વિનંતી છે કે આ છોકરાને ફાંસીની સજા આપે.

અમને કોઈ જાણ નહોંતીઃ યુવતીનાં પરિવારજનો

તેજસ્વીના પરિવારનું કહેવું છે કે, તેઓ સુરેશને ઓળખતા પણ ન હતા. પોતાની પુત્રીએ ક્યારેય સુરેશ અંગે ઘરમાં વાત કરી ન હતી. તેજસ્વી આવા કોઈ મામલાથી વ્યથિત કે ચિતિંત હોય તેવું પણ પરિવારને લાગ્યું ન હોવાથી આ વાત જ્યારે બહાર આવી ત્યારે પરિવાર ચોંકી ઊઠ્યો હતો. માંગરોળના બોરિયા ગામની વસ્તી 2000ની છે. માત્ર ત્રણ ફળિયા છે. તેજસ્વીના પિતા જીઆઇપીસીએલમાં ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. તેમનો મોટો પુત્ર દિવ્યેશ બીએડનો અભ્યાસ કરે છે, જ્યારે નાનો પુત્ર પાર્થ એમએ કરી રહ્યો છે. તેજસ્વી સૌથી નાની હતી અને પરિવારની એકની એક દીકરી હતી. જે કોલેજમાં બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી.

આ સમાચાર શેર કરો