મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા સુરતના વેપારીઓ માટે નિ:શુલ્ક દુબઈ બિઝનેશ સેટઅપ સેમિનાર યોજાયો

આજના આધુનિક અને કોમ્પ્યુટર યુગમાં દુનિયાના કોઈપણ દેશના ખૂ

દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા સુરતના વેપારીઓ માટે નિ:શુલ્ક દુબઈ બિઝનેશ સેટઅપ સેમિનાર યોજાયો

 આજના આધુનિક અને કોમ્પ્યુટર યુગમાં દુનિયાના કોઈપણ દેશના ખૂણામાં વેપાર ધંધો કરવો દિવસે ને દિવસે સરળ બનતું જાય છે. જેમાં ભારતીય લોકો તો સમગ્ર વિશ્વમાં વેપાર ધંધા માટે જાણીતા છે અને તેમાં ખાસ કરીને ગુજરાત અને સુરતના લોકો વધારે જોવા મળે છે. આથી દુબઈ સરકાર પણ ભારતીય લોકો દુબઈમાં વેપાર ધંધો કરવા માટે આવે તેવા ઉદ્દેશ સાથે દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન ગવર્મેન્ટએ સુરતના મંત્ર જનરલ ટ્રેડીંગ એલએલસીની ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તરીકે નિમણુક કરી છે.

રાકેઝના ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તેમજ મંત્ર જનરલ ટ્રેડીંગ એલએલસીના ડાયરેક્ટર તથા સુરતના યુવા બીઝનેસમેન વિકુંજ આંબલીયાના જણાવ્યા મુજબ, હું તથા મારા ભાઈ જયેન્દ્રભાઈ છેલ્લા ૧૪ વર્ષથી સુરતના કતારગામ ખાતે મંત્ર એન્ટરપ્રાઈઝ નામે ઇલેક્ટ્રિક એલઈડી લાઈટ મેન્યુફેકચરનો ધંધો કરીએ છીએ. તેની સાથે સાથે અમો છેલ્લા દસ વર્ષથી ઈમ્પોર્ટ અને એક્ષ્પોર્ટના બિઝનેશ સાથે પણ જોડાયેલ છીએ અને દુબઈમાં પણ ઓફીસ ધરાવીએ અને દેશ અને વિદેશમાં ઈમ્પોર્ટ અને એક્ષ્પોર્ટનો ધંધો કરીએ છીએ. 

સુરતના મંત્ર જનરલ ટ્રેડીંગ એલએલસીના સીઈઓ જયેન્દ્ર આંબલીયાના જણાવ્યા મુજબ, રાકેઝ ગવર્મેન્ટ કોમર્શીયલ, એજ્યુકેશનલ, ઈ-કોમર્સ, જનરલ ટ્રેડીંગ, ઈન્ડીવિજ્યુઅલ/ પ્રોફેશનલ, ઇન્ડસ્ટીયલ, મીડિયા વિગેરે જેવા અલગ અલગ ક્ષેત્રમાં દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા લોકોને સુરતમાંથી લાયસન્સ, વિઝા તેમજ લીઝ એગ્રીમેન્ટ જેવા ડોક્યુમેન્ટ્સ દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ - RAKEZ) ગવર્મેન્ટ ના ઓફિસરો સુરતમાં આવીને બનાવી આપશે. જેમાં વેપારીઓ કોઈપણ પ્રકારના એજન્ટ રાખ્યા વગર સીધા જ રાકેઝ ગવર્મેન્ટ સાથે જોડાઈ શકશે. રાકેઝ ગવર્મેન્ટ દ્વારા વેપારીઓને કો-વર્કિંગ સ્પેસ, વેરહાઉસ, ઓફીસ, લેન્ડ, સલામતી વિગેરે જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. આ સુવિધાઓ રાકેઝ ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ ૧૦ પ્રકારના પેકેજના આધારે નક્કી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો