મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkantha: લગ્નના નામે લાખોની છેતરપિંડી; લૂંટેરી દુલ્હન દાગીના અને રોકડ લઈને ફરાર

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં લગ્ન કરવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈનો એક સનસનાટ

Sabarkantha: લગ્નના નામે લાખોની છેતરપિંડી; લૂંટેરી દુલ્હન દાગીના અને રોકડ લઈને ફરાર

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં લગ્ન કરવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ઈડરમાં રામપુર પંથકના એક યુવકને લગ્ન કરવા મોંઘા પડ્યા છે, કારણ કે લૂંટેરી દુલ્હન અને તેના મળતીયાઓએ લગ્નના થોડા જ દિવસોમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈને છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા છે. આ મામલે યુવકે ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રામપુરના નૈમેશ પટેલ નામના યુવકને લગ્ન કરાવવા માટે એક દલાલે ચાંદની રમેશ રાઠોડ નામની યુવતી સાથે સંપર્ક કરાવ્યો હતો. યુવકના માંડ-માંડ લગ્ન થયા હતા.  જોકે, લગ્ન બાદ આ 'લૂંટેરી દુલ્હન' મળતીયાઓ સાથે મળીને યુવકનો વિશ્વાસઘાત કરીને ફરાર થઈ ગઈ હતી.

ઠગબાજ દુલ્હન અને તેની ટોળકીએ યુવકને મોટી આર્થિક નુકસાની પહોંચાડી છે. ફરિયાદ મુજબ, આ ટોળકી કુલ રૂપિયા 3 લાખ 50 હજાર રોકડા, રૂપિયા 11 હજારના કપડાં, રૂપિયા 47 હજારના સોના-ચાંદીના દાગીના અને રૂપિયા 15 હજારનો મોબાઈલ સહિતની કિંમતી વસ્તુઓ લઈને ફરાર થઈ ગઈ છે. વિશ્વાસઘાતનો ભોગ બનેલા યુવક નૈમેશ પટેલે આ મામલે ઈડર પોલીસ મથકે લૂંટેરી દુલ્હન ચાંદની રમેશ રાઠોડ અને તેની માતા અને મામા સહિત એજન્ટ સામે  ફરિયાદ નોંધાવી છે.

આ સમાચાર શેર કરો