મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkantha: ઓવર સ્પીડના કારણે બાઈક ઝાડ સાથે અથડાયું, બે યુવકોના ઘટનાસ્થળે જ મોત

ખેડબ્રહ્મા-વડાલી સ્ટેટ હાઇવે રોડ પર ફરી એકવાર ઓવર સ્પીડના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં બાઇક પર સવાર બે યુવા

Sabarkantha: ઓવર સ્પીડના કારણે  બાઈક ઝાડ સાથે અથડાયું, બે યુવકોના ઘટનાસ્થળે જ મોત

ખેડબ્રહ્મા-વડાલી સ્ટેટ હાઇવે રોડ પર ફરી એકવાર ઓવર સ્પીડના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં બાઇક પર સવાર બે યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઝડપની મજા બે યુવાનો માટે મોતની સજા બની ગઈ હતી. આ ઘટના વડાલીના વિવાઈ પાટિયા નજીક બની હતી.

બે યુવાનો બાઇક લઈને ખેડબ્રહ્માથી વડાલી તરફ પસાર થઈ રહ્યા હતા, ત્યારે બાઈક ચાલકે કાબુ ગુમાવતા બાઈક ઝાડ સાથે અથડાયું હતું, જેમાં બંને યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ભેગા થયા હતા. જે બાદ વડાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને મૃતક યુવાનોને પીએમ અર્થે ખસેડાયા હતા. 

આ સમાચાર શેર કરો