ફ્રોડ, સટ્ટા અને ગેમિંગના કરોડો રૂપિયાને USDTમાં કન્વર્ટ કરવાનું રેકેટ, પાકિસ્તાન,બાંગ્લાદેશ અને ચીન સાથે નીકળ્યા કનેકશન
ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન તેમજ બાંગ્લાદેશ જેવા દેશો સાથે જોડાયેલા ઇન્ટરનેશનલ સાયબર

ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન તેમજ બાંગ્લાદેશ જેવા દેશો સાથે જોડાયેલા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના કૌભાંડીઓને સુરત શહેર એસ ઓ જી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત શહેર એસ ઓ જી દ્વારા મકબુલ ડોક્ટર કાશીફ ડોક્ટર અને માઝ નાડાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા 8 પાસબુક, સેવિંગ એકાઉન્ટની 29 ચેકબુક, કરંટ બેન્ક એકાઉન્ટની 2 ચેકબુક, 4 છુટા ચેક, 38 ડેબિટ કાર્ડ, 497 airtel કંપનીના સીમકાર્ડ, 7 મોબાઈલ, એક પૈસા ગણવાનું મશીન અને 90,408 રૂપિયાની અલગ અલગ કરન્સી અને ફ્રોડ કરી લોકો પાસેથી મેળવેલા 16,95,000 આમ કુલ મળીને 19,92,408 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ઘરે બેસી ચલાવાતું રેકેટ
આર્થિક રીતે ભારતીય અર્થતંત્રને ખોખલું કરતા અને ભારત દેશના લોકો સાથે સાયબર ફ્રોડ કરતી એક ગેંગનું પર્દાફાશ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. સુરત શહેર SOG દ્વારા ચાઇના, પાકિસ્તાન અફઘાનિસ્તાન તેમજ બાંગ્લાદેશમાં સુરતથી ચાલતા USDT એક્સચેન્જના રેકેટનો પર્દાફાશ કર્યો છે. SOG દ્વારા આ કેસમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મકબુલ ડોકટર, કાશીફ ડોકટર અને માઝ નાડાની ધરપકડ કરવામાં આવી છે. મકબુલ અને કાશીફ બંને પિતા-પુત્ર છે. આરોપી પિતા પુત્ર અઠવાલાઇન્સ સાફિયા મંજિલ સોનીફળીયાના પોતાના મકાનમાં બેસીને આ રેકેટ ચલાવતો હતો.
આંગડિયાથી રૂપિયા મોકલાતા
આરોપીઓ સુરતમાં બેસીને USDTનું ટ્રાન્જેક્શન કરતા હતા. 58 વર્ષનો મકબૂલ, તેનો દીકરો કાશીફ અને માઝ નામનો ઈસમ ઝડપાયો છે. પોલીસના હાથે 3 ઈસમો ઝડપાયા છે અને 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરાય છે. વોન્ટેડ મહેશ આંગણિયા મારફતે મકબુલને પૈસા મોકલતો હતો. ત્યારબાદ મકબુલ પાસેથી પૈસા મેળવી માઝ રૃપિયાને અલગ અલગ લોકોને આપીને તેમની પાસેથી USDT મેળવીને માઝ મકબુલને આપતો હતો. મકબુલ આ USDT મહેશ દેસાઈને આપતો તો. આજ પ્રકારે ઘણી વખત મહેશ દેસાઈ મકબુલને વોલેટમાં USDT ટ્રાન્સફર કરતો હતો. મકબુલ માઝને આ USDT આપતો હતો. માઝ આ USDT જે લોકોને જરૂર હોય તેમની પાસેથી રોકડા રૂપિયા લઈ USDT આપતો. ત્યારબાદ આ રોકડ રૂપિયા મકબુલને મળતા હતા. મકબુલ આ પૈસાને આંગડિયા મારફતે મહેશ દેસાઈને મોકલતો હતો.
મકબુલના અન્ય દેશમાં એકાઉન્ટ
મકબુલ મુખ્ય આરોપી છે. તેના ચાઇના તેમજ અન્ય દેશોમાં પણ બેન્ક એકાઉન્ટ છે. તેના અકાઉન્ટમાંથી 100 કરોડથી વધુના વ્યવહાર કરવામાં આવ્યા છે. આ બબતે મકબુલ નામના ઇસમની અને તેની પાસેથી મળેલા બેન્ક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી પાસેથી જે સિમકાર્ડ મળ્યા છે તે દુબઇમાં 5થી 8 લાખ રૂપિયામાં વેંચતા હતા. આ આરોપીઓ અલગ અલગ લોકોના ખોટા નામ પર બેન્ક એકાઉન્ટ ખોલાવતા હતા અને આ એકાઉન્ટ 28 અકાઉન્ટની કંમ્પ્લેઇન સાયબર પોર્ટલ પર દેશના અલગ અલગ વિસ્તારોમાંથી કરવામાં આવ્યા છે. આરોપીઓ દુબઇમાં 8 8 લાખમાં સીમકાર્ડનું વેચાણ કરતા હોવાનું પણ આરોપીના મોબાઇલની તપાસ કરતા પૂરાવા મલ્યા છે. આરોપીઓએ અઢળક મિલકતો પણ વસાવી છે. સુરત તેમજ નવસારી અલગ અલગ જગ્યા પર મકાન, ફાર્મ હાઉસ સહિતની પ્રોપટી આરોપી દ્વારા પરિવારના સભ્યના નામે અલગ અલગ વિસ્તારમાં વસાવવામાં આવી છે.
દુબઈમાં ફલેટ ખરીદી કરી
દુબઈમાં પણ આરોપી દ્વારા એક ફ્લેટની ખરીદી કરવામાં આવી છે. તો દુબઇમાં એક મોબાઇલના સ્પેરપાર્ટની દુકાન પણ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત એક કંપની પણ ઉભી કરવામાં આવી છે. આરોપીઓ પૈસાની જે પ્રકારે મુવમેન્ટ કરતા હતા તેમે કોઈ ટેરરફન્ડિંગ કરવામાં આવે છે કે નહીં તે બાબતે કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવામાં આવી છે. મહેશ દેસાઈ નામના વ્યક્તિ તરફથી પ્રતિદિન આરોપી સાથે કરોડ, 50 લાખના ટ્રાન્જેક્શન કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઇસમને પકડવા માટે પણ પોલીસ દ્વારા કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવામાં આવશે. આરોપીઓ દુબઇ તેમજ સાઉદી રેબિયામાં વિઝીટ કરી રહ્યા છે. તેથી તેઓ દુબઇમાં રહેતા મહેશ દેસાઈ સાથે સંપર્કમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ અત્યાર સુધીમાં પોલીસ તપાસમાં 6 લોકોના નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.








