અમદાવાદ એરપોર્ટ પરથી ISIS સાથે સંકળાયેલા ચાર આતંકી ઝડપાયા, ગુજરાત ATSને મળી સફળતા
અમદાવાદ એરપોર્ટ પરથી ATSને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ISIS સાથે જોડાયેલા ચ

અમદાવાદ એરપોર્ટ પરથી ATSને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ISIS સાથે જોડાયેલા ચાર આતંકીઓ ઝડપાયા છે. પકડાયેલા તમામ શ્રીલંકન હોવાની માહિતી મળી છે. આતંકીઓ શ્રીલંકાથી વાયા ચેન્નાઇ થઇને અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ ATSની ટીમે પકડ્યા હતા. આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હોવાનો પણ ખુલાસો થયો છે. પાકિસ્તાની હેન્ડલરના આદેશ બાદ કોઇ કામગીરી કરવાના ફિરાકમાં હતા.
ગુજરાતમાં સીરિયલ બ્લાસ્ટ કરવાનો ખુલાસો થયો હતો
NIA સામે મોસ્ટ વોન્ટેડ આતંકી શાહનવાઝ આલમે કેટલાક ચોકાવનારા ખુલાસા કર્યા હતા. NIAની ટીમે ISISના નિશાના પર RSS,VHP અને ભાજપના નેતા હોવાનો ખુલાસો કર્યો હતો. આટલું જ નહીં ગુજરાત અને મુંબઇમાં સીરિયલ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરતમાં ગોધરા રમખાણનો બદલો લેવા માટે ISIS બોમ્બથી ઉડાવવા માંગતુ હોવાનો ખુલાસો થયો હતો.ગુજરાત ATSની ટીમ આ એન્ગલથી પણ તપાસ કરી રહી છે.
ગુજરાતમાં ફરી ISIS મૉડ્યૂલનો ખુલાસો
ગુજરાત ATSએ આ પહેલા પણ 2023માં ISIS મૉડ્યૂલનો ખુલાસો કર્યો હતો. પોરબંદરથી 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ચારેય આરોપી ISISમાં જોડાવવા માટે અફઘાનિસ્તાન અને ઇરાક ભાગવાની ફિરાકમાં હતા. સુરતની એક મહિલાની પણ આ મામલે ધરપકડ કરવામાં આવી હતી.








