મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ઈંડા ખાધા બાદ માથાકૂટ, લારી ચલાવનારની ચાર વ્યક્તિએ કરી હત્યા

સુરતમાં હાલ શિયાળાની મોસમમાં ઈંડા ખાવાનું વધી જતું હોય છે. ત્યારે ચોક બજાર વિસ્તારમાં ઈંડાની

સુરતમાં ઈંડા ખાધા બાદ માથાકૂટ, લારી ચલાવનારની ચાર વ્યક્તિએ કરી હત્યા

સુરતમાં હાલ શિયાળાની મોસમમાં ઈંડા ખાવાનું વધી જતું હોય છે. ત્યારે ચોક બજાર વિસ્તારમાં ઈંડાની લારી પર માથાકૂટ સર્જાઈ હતી. રૂપિયા આપવાના મુદ્દે માથાકૂટ સર્જાઈ હતી. જેમાં ચાર યુવકોએ લારી ચલાવનાર યુવકની હત્યા કરી નાસી ગયા હતાં. હાલ સમગ્ર મામલે પોલીસે હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 4 પર ટ્રેનના કાચ તોડાયા, યુવકે અંદરથી દરવાજો બંધ કરતાં લોકો વિફર્યા

ઈંડાના રૂપિયા માગતા હત્યા

ઈંડાની લારીના સંચાલકે નાસ્તાના રૂપિયા માંગ્યા હતાં. જેથી બબાલ થઈ હતી. રહમત નગરમાં ઈંડાની લારી ચલાવતા 45 વર્ષીય રામ ઉદયને તથા ધુરંધર મહતોને માર મારવામાં આવ્યો હતો. ચારેય ઈસમો એ મળી લારી ચલાવતા ધુરંધર મહતોને માથા સહિતના ભાગે માર મારતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ચોક બજાર પોલીસે હત્યારાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યો છે.

અગાઉ પણ આ લોકો આવતા હતા

મૃતકના બનેલી રામ ઉદય મહતોએ કહ્યું કે, ખાઈ રહ્યો ત્યારબાદ ચાર વ્યક્તિઓએ આવીને અપશબ્દો કહ્યા હતાં. બાદમાં ઝઘડો કર્યો હતો. અગાઉ પણ એ લોકો આવતાં હતાં. ખાઈને પૈસા આપતા હતાં. પહેલા મને માથામાં માર્યા હતાં. ત્યારબાદ ભાઈને પણ માર્યો હતો. હોસ્પિટલ લઈ ગયા હતાં. એમ્બ્યુલન્સમાં લઈને ગયા હતાં. ઓપરેશન કર્યા હતાં. સિરિયસ હોવાનું કહ્યું હતું. પોલીસ ફરિયાદ કરી છે. જોઈએ આગળ શું થાય છે. 

આ સમાચાર શેર કરો