ભાજપના માજી સાંસદના ભત્રિજાને ગોળી મારનાર ઝડપાયો, ગામમાં ગોઠવાયો બંદોબસ્ત, મૃતકની પત્નીના ગંભીર આક્ષેપ
ભાજપના માજી સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા થઈ હતી. જેથી ગામમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે ફાયરિંગના

ભાજપના માજી સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા થઈ હતી. જેથી ગામમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે ફાયરિંગના અવાજથી લોકો ડરી ગયા હતા. નાના અમથા ગામમાં ગોળી મારીને હત્યાના બનાવને લઈને લોકોમાં આક્રોશ ફેલાયો છે. ત્યારે મૃતકની પત્નીએ ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, છેલ્લા પાંચ દિવસથી હેરાન કરતા હતા. મારા ઘર પાસે આવીને જાનુડી જાનુડી કરતો હતો. જ્યારે કુલદીપ તેના પિતાના ઘરેથી ચાલતો ચાલતો આવતો હતો. ત્યારે નિશાળ ફળિયામાં તેની એકલતાનો લાભ લઈ હત્યારાઓ મોટરસાયકલ ઉપર આવીને પેટના ભાગે ફાયરિંગ કર્યું હતું. જેમાં એકની ધરપકડ કરવામાં આવી છે.
ઝઘડાની અદાવત કારણભૂત
પીપલ્દી ગામે ગોળી મારી હત્યા નિપજાવવાના કેસમાં ગામના જ બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોધાઈ છે. આરોપી શંકર સનજી રાઠવા અને અમલા રેવજી રાઠવા બાઈક ઉપર આવી શંકર રાઠવાએ મૃતક કુલદીપ ઉપર ફાયરિંગ કર્યુ હતું. અગાઉ ગ્રામપંચાયતની ચૂંટણીમાં થયેલ શંકર રાઠવાની મૃતક સાથે થયેલ ઝઘડાની અદાવત રાખી હત્યા કરી હતી. મૃતક કુલદીપ રાઠવા ટ્રાઈફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાનો ભત્રીજો હતો. આરોપી હાલ ફરાર, મૃતદેહને PM અર્થે કવાંટ હોસ્પિટલમાં ખસેડાયો છે. આરોપી શંકર રાઠવા નિવૃત આર્મી જવાન છે.
બંદૂક સાથે નિવૃત જવાન ઝડપાયો
કવાંટ તાલુકાના પિપલ્દી ગામે હત્યા કરનાર આર્મી જવાનની બાર બોરની બે નાળી વાળી બંદૂક સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આર્મી જવાન 2020માં રીટાયર્ડ થયો હતો. આત્મ સરક્ષણ માટે બંદૂકનું લાયસન્સ આપવામાં આવેલું હતું. આત્મ સરક્ષણ કરવાની જગ્યાએ હત્યા કરવામાં બંદૂકનો ઉપયોગ કર્યો હતો. મૃતકની લાશ પીએમ માટે કવાંટ ખાતે લાવવામાં આવી હતી. પરંતુ ફોરન્સિક એક્સપર્ટ ઓપિનિયન માટે બોડીને વડોદરા ખાતે મોકલવામાં આવી છે, તેવું ફરજ પરના તબીબએ જણાવ્યું હતું. હાલ તો લાશ પી એમ માટે વડોદરા ખાતે એસ એસ જી હોસ્પિટલ માં મોકલવામાં આવી છે.








